કોરોનાઃ સરકારનો મોટો નિર્ણય, 22 માર્ચથી આંતરરાષ્ટ્રીય વિમાનોના લેન્ડિંગ પર પ્રતિબંધ

આ સાથે વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ઇરાનથી 590 લોકોને રેસ્ક્યૂ કર્યાં છે, ત્યાં સ્થિતિ ગંભીર છે. ઈરાનમાં કોરોનાથી પીડિત ભારતીયોને અલગ કરીને રાખવામાં આવ્યા છે.

કોરોનાઃ સરકારનો મોટો નિર્ણય, 22 માર્ચથી આંતરરાષ્ટ્રીય વિમાનોના લેન્ડિંગ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ કોરોના વાયરસ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. કોરોના વાયરસને કારણે 22 માર્ચથી એક સપ્તાહ સુધી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઇટને ભારતમાં લેન્ચ કરવા દેવામાં આવશે નહીં. સાથે 65 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘરમાં રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પરંતુ મેડિકલ સ્ટાફ અને સરકારી કર્મચારીને તેનાથી છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકારોને કહેવામાં આવ્યું છે કે તે ખાનગી કંપનીઓ પર વર્ક ફ્રોમ હોમ લાગૂ કરે, જેથી કર્મચારીઓ ઓફિસ ન જાય અને ઘરેથી કામ કરે. આ સિવાય રેલવે અને વિમાનોમાં મળનારી છૂટને સમાપ્ત કરી દેવામાં આવી છે, જેથી લોકો ઓછામાં ઓછી યાત્રા કરે અને કોરોનાને ફેલાતો રોકવામાં મદદ કરે. 

આ સાથે વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ઇરાનથી 590 લોકોને રેસ્ક્યૂ કર્યાં છે, ત્યાં સ્થિતિ ગંભીર છે. ઈરાનમાં કોરોનાથી પીડિત ભારતીયોને અલગ કરીને રાખવામાં આવ્યા છે અને ત્યાં તેની દેખભાળ કરવામાં આવી રહી છે. અમને વિશ્વાસ છે કે તે જલદી સ્વસ્થ થઈ જશે અને અમે તેને પરત લાવીશું. 

કોરોના વાયરસથી વિશ્વભરમાં 9020 લોકોના મોત
કોરોના વાયરસે વિશ્વબરમાં તબાહી મચાવી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 712 લોકોના મોત થયા છે. કોરોના વાયરસથી સૌથી વધુ ઝપેટમાં યૂરોપ છે. આ ઘાટક વાયરસથી યૂરોપમાં મરનારનો આંકડો 4134 સુધી પહોંચી ગયો છે. જ્યારે ચીન સહિત એશિયામાં કુલ 3416 લોકોના મોત થયા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news