નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસનો કેર વધી રહ્યો છે. છેલ્લે મળતી માહિતી મુજબ અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસના 141 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. કોરોના વાયરસના વધતા કેર વચ્ચે લોકોએ સુરક્ષિત રહેવા માટે પગલાં લેવાના પણ શરૂ કરી દીધા છે. મોદી સરકારમાં મંત્રી રહી ચૂકેલા અને ભાજપના સાંસદ સુરેશ પ્રભુએ પોતાની જાતને આઈસોલેટ કરી છે. આ અગાઉ કેન્દ્રીય સંસદીય રાજ્યમંત્રી વી.મુરલીધરને પણ પોતાને હોમ ક્વોરન્ટાઈન કરવાનો નિર્ણય લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંગ્લુરુમાં વહેલી સવારે રાજકીય ડ્રામા, બળવાખોર ધારાસભ્યોને મળવા પહોંચેલા દિગ્વિજય સિંહની ધરપકડ


વાત જાણે એમ છે કે ભાજપના સાંસદ સુરેશ પ્રભુ 10 માર્ચના રોજ સાઉદી અરેબિયા ગયા હતાં. ત્યારબાદ તેઓ ભારત પાછા ફર્યા તો તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટ નેગેટિવ આવ્યો પરંતુ સુરક્ષા કારણોસર તેમણે પોતાની જાતને 14 દિવસ સુધી આઈસોલેશનમાં રાખવાનો નિર્ણય રાખ્યો છે. તેઓ પોતાના ઘરમાં જ હોમ ક્વોરન્ટાઈન છે. આ દરમિયાન તેઓ કોઈન મળી શકે નહીં અને કોઈ તેમની પાસે પણ જઈ શકે નહીં. એક મેડિકલ ટીમ તેમના ઘરે તૈનાત છે. 


ભારતીય સેના પણ કોરોના વાયરસના ભરડામાં!, લદાખમાં એક જવાનનો ટેસ્ટ પોઝિટિવ


આ અગાઉ મોદી સરકારમાં સંસદીય કાર્ય રાજ્યમંત્રી વી. મુરલીધરને પણ કોરોનાના વધતા પ્રકોપના પગલે પોતાની જાતને ઘરમાં નજરકેદ કરી હતી. તેમણા સ્ટાફે મંગળવારે આ જાણકારી આપી હતી. તેમના સ્ટાફે કહ્યું હતું કે મંત્રીજી કેરળમાં એક કોન્ફરન્સમાં ગયા હતાં. ત્યાં તેઓ કોવિડ-19થી ચેપગ્રસ્ત એક ડોક્ટરના સંપર્કમાં આવ્યાં હતાં. આથી સુરક્ષાને ધ્યાનમાં લેતા તેઓ ઘરમાં જ એકાંતવાસમાં છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...