ભારતીય સેના પણ કોરોના વાયરસના ભરડામાં!, લદાખમાં એક જવાનનો ટેસ્ટ પોઝિટિવ
કોરોના વાયરસે સમગ્ર દેશમાં હડકંપ મચાવ્યો છે. દેશભરમાં આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેનાથી પીડિતોની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધી આ સંખ્યા 137 હતી પરંતુ હવે ભારતીય સેનાનો એક જવાન પણ કોરોના વાયરસની ચપેટમાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસે સમગ્ર દેશમાં હડકંપ મચાવ્યો છે. દેશભરમાં આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેનાથી પીડિતોની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધી આ સંખ્યા 137 હતી પરંતુ હવે ભારતીય સેનાનો એક જવાન પણ કોરોના વાયરસની ચપેટમાં આવ્યો છે.
એએનઆઈએ સૂત્રોના હવાલે જણાવ્યું છે કે એક જવાન કોરોના વાયરસ પોઝિટિવ જોવા મળ્યો છે. આ જવાનના પિતા 27 ફેબ્રુઆરીના રોજ ઈરાનથી ભારત પાછા ફર્યા હતાં. આ જવાનની ઉંમર 34 વર્ષ છે અને તે લદાખમાં પોસ્ટેડ હતો.
જવાનના પિતાને 29 ફેબ્રુઆરીના રોજ ક્વોરેન્ટાઈનમાં મોકલવામાં આવ્યાં હતાં. અને તેઓ 6 માર્ચના રોજ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. આ જવાન 25 ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી રજા પર હતો અને તેણે 2 માર્ચના રોજ ડ્યૂટી જોઈન કરી હતી.
આ VIDEO પણ ખાસ જુઓ...
સૂત્રોનું કહેવું છે કે ક્વોરેન્ટાઈન દરમિયાન જવાને પોતાના પરિવારની મદદ કરી હતી. જ્યારે જવાનના પિતામાં વાયરસ હોવાનું જાણવા મળ્યું તો જવાનને પણ 7 માર્ચ સુધી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યો. 16 માર્ચના રોજ જવાન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ જવાનને એસએનએમ હોસ્પિટલમાં આઈસોલેટ કરાયો છે. જવાનની પત્ની અને બહેનને પણ ક્વોરેન્ટાઈનમાં મોકલવામાં આવ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે