નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશમાં લૉકડાઉન વધવાનું નક્કી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે દેશના 30 જિલ્લામાં કડક લૉકડાઉન યથાવત રહી શકે છે. આ તે વિસ્તાર છે જ્યાં કોરોનાએ સૌથી વધુ તબાહી મચાવી છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ, ઔરંગાબાદ, પુણે, પાલઘર, સોલાપુર, નાસિક અને ઠાણેમાં લૉકડાઉનનો કડક અમલ યથાવત રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમિલનાડુની વાત કરીએ તો અહીંના કુડ્ડાલોર, ચેંગલપટ્ટૂ, અલિયાલુર, વિલ્લુપુરમ, તિરૂવલ્લૂર અને ગ્રેટર ચેન્નઈ જિલ્લોમાં લૉકડાઉન યથાવત રહેશે. આ સિવાય ગુજરાતના અમદાવાદ, વડોદરા અને સુરતમાં લૉકડાઉનનું સખત પાલન યથાવત રહી શકે છે. દેશની રાજધાની દિલ્હીને પણ આ શ્રેણીમાં રાખવામાં આવી છે, ત્યારબાદ અહીં છૂટ મળવાની સંભાવના ઓછી છે. 


મધ્યપ્રદેશના ભોપાલ અને ઇન્દોર, જ્યારે પશ્ચિમ બંગાળમાં હાવડા અને કોલકત્તામાં પણ લૉકડાઉનનું પાલન કરવામાં આવશે. છેલ્લા થોડા દિવસથી રાજસ્થાનમાં પણ કોરોનાના મામલા ઝડપથી વધ્યા છે. અહીં જયપુર, જોધપુર, ઉદયપુરમાં કડક રીતે લૉકડાઉન યથાવત રહેશે. ઉત્તર પ્રદેશમાં આગ્રા અને મેરઠ, આંધ્ર પ્રદેશમાં કુરનુલ, તેલંગણાના ગ્રેટર હૈદરાબાદ, પંજાબના અમૃતસર અને ઓડિશાના બેહરમપુરમાં કડક લૉકડાઉનનું પાલન યથાવત રહેશે. 


આજે જાહેર થશે લૉકડાઉન 4.0ની ગાઇડલાઇન, જોવા મળશે આ ફેરફાર  


મહત્વનું છે કેશનિવારે બપોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ, ગૃહ સચિવ અને પીએમઓના વરિષ્ઠ અધિકારીઓની સાથે લૉકડાઉન-4ના દિશા-નિર્દેશો પર ચર્ચા કરી હતી. બેઠકમાં લૉકડઉન-4નો ડ્રાફ્ટ ફાઇનલ થયો હતો. હવે આજે ગમે ત્યારે ગૃહ મંત્રાલય દ્વારા નવા નિયમોની જાહેરત થઈ શકે છે. 


બે સપ્તાહ સુધી વધી શકે છે લૉકડાઉન
લૉકડાઉન 3.0ની સમયમર્યાદા 17 મેએ સમાપ્ત થઈ રહી છે. પીએમે હાલમાં રાષ્ટ્રજોગ સંબોધનમાં સ્પષ્ટ કર્યુ હતુ કે દેશમાં લૉકડાઉન લાગૂ રહેશે, પરંતુ ત્યાં સુધી રહેશે તે સ્પષ્ટ નથી. પ્રાપ્ત વિગત અનુસાર સરકાર બે સપ્તાહ માટે લૉકડાઉન વધારી શકે છે. આ 31 મે સુધી લાગૂ રહેશે. લૉકડાઉનમાં શું છૂટછાટ મળશે તેની જાણકારી આજે મળવાની છે. 


કોવિડ 19: દેશમાં સંક્રમિતોની સંખ્યા 90,000ને પાર, પ્રવાસી મજૂરોની સાથે ગામડાઓ સુધી પહોંચ્યો કોરોના  


લૉકડાઉનના ચોથા તબક્કામાં ઓટો, બસ અને કેબ સર્વિરને મંજૂરી મળી શકે છે. પરંતુ કન્ટેનમેન્ટ ઝોનમાં તેના પર પ્રતિબંધ યથાવત રહેશે. ઈ-કોમર્સ વેબસાઇટને બિનજરૂરી સામાનોની ડિલેવરી કરવાની મંજૂરી મળી શકે છે. અત્યાર સુધી ઓફિસ અને ફેક્ટ્રીઓમાં 33 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાની મંજૂરી હતી, તેને વધારીને 50 ટકા કરી શકાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર