નવી દિલ્હીઃ જૂનમાં કોરોના વાયરસ (Corona virus)નું સંક્રમણ ભારતમાં ઝડપથી વધી રહ્યું છે. દેશમં કોરોનાના કુલ કેસોની સંખ્યા  4,56,183 પહોંચી ગઈ છે. તેમાંથી  1,83,022 એક્ટિવ કેસ છે, જ્યારે 2,58,685 દર્દીઓ રિકવર થઈ ગયા છે. અત્યાર સુધી દેશભરમાં કુલ 14476 લોકોના મૃત્યુ થયા છે. વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ભારત ચોથા સ્થાને પહોંચી ગયું છે. ચોંકાવનારી વાત છે કે અહીં છેલ્લા 30 દિવસમાં સવા ત્રણ લાખ કરતા વધુ કેસ સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, 23 મેની સવારે 8 કલાકે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1,25,101 હતી. જેમાં  51,784 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચુક્યા હતા. જ્યારે 3720 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ સતત કેસો વધતા ગયા અને આજે 24 જૂને આ સંખ્યા 4,56,183 એટલે કે છેલ્લા 30 દિવસમાં કોરોના દર્દીઓની સંખ્યા 3 લાખ 31 હજારથી વધુ વધી ગઈ છે. 


1 જૂને દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 1,90,535 હતી, જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 91819 અને કુલ મૃત્યુઆંક 5394 હતો. ત્યારબાદ 10 દિવસની અંદર 86 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. 10 જૂને કોરોના દર્દીઓની સંખ્યા વધીને 276583  થઈ ગઈ અને મૃત્યુઆંક 7745 પર પહોંચ્યો હતો. 


કોરોનિલ દવા વિવાદઃ બાબા રામદેવનું ટ્વીટ, કહ્યુ- નફરત ફેલાવનારા માટે નિરાશાના સમાચાર


10 જૂન બાદ કોરોનાના પ્રસારમાં વધુ ગતિ જોવા મળી છે. 20 જૂન સુધી દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા  3,95,048 પહોંચી ગઈ હતી. જ્યારે મોતનો આંકડો વધીને 12948 થઈ ગયો હતો. તે સમય હતો જ્યારે દેશમાં 10 હજાર કે તેથી વધુ કેસ સામે આવ્યા હતા. છેલ્લા ચાર દિવસ (21, 22, 23, અને 24 જૂન)માં કોરોના વાયરસના 61,135 નવા કેસ સામે આવ્યા છે. 


રૂસની નજીક પહોંચ્યુ ભારત
વિશ્વભરમાં આ સમયે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 93 લાખથી વધુ થઈ ગઈ છે, જ્યારે 4 લાખ 80 હજારથી વધુ મૃત્યુ થયા છે. કોરોના કેસના મામલામાં નંબર એક પર અમેરિકા છે, જ્યારે બીજા નંબર પર બ્રાઝિલ અને ત્રીજા સ્થાન પર રૂસ છે. રૂસ બાદ ભારતનો નંબર આવે છે, પરંતુ બંન્ને દેશો વચ્ચે અંતર ઝડપથી ઘટી રહ્યું છે. રૂસમાં હાલ 6 લાખથી વધુ કેસ છે જ્યારે ભારતમાં સાડા ચાર લાખ થઈ ગયા છે. રૂસમાં ભારતથી ઓછા મૃત્યુ થયા છે. ત્યાં સાડા આઠ હજારની નજીક લોકોના મોત થયા છે. પરંતુ ભારતમાં કોરોના કેસની સાથે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે.


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube