મુંબઇ : ભારતમાં કોરોના વાયરસનાં અત્યાર સુધી 236 કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. અહીં જોવાની બાબત છે કે શુક્રવારે (20 માર્ચ)ના રોજ કોરોનાનાં 64 નવા કિસ્સા સામે આવી ચુક્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓની સૌથી વધારે સંખ્યા મહારાષ્ટ્રમાં છે. અહી 52 લોકોમાં કોરોનાનું સંક્રમણની પૃષ્ટી થઇ ચુકી છે. હવે મધ્ય પ્રદેશથી પણ કોરોના વાયરસનાં કિસ્સા સામે આવ્યા છે. મધ્યપ્રદેશમાં દુબઇ અને જર્મનીથી પરત ફરેલા વ્યક્તિમાં કોરોના વાયરસની પૃષ્ટી થઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coronavirus: જનતા કર્ફ્યુ દરમિયાન એક પણ ટ્રેનનું સંચાલન નહી થાય
જબલપુરમાં કોરોના વાયરસનાં 4 દર્દીઓ મળ્યા
સમાચાર એજન્સી આઇએએનએસનાં અનુસાર મધ્યપ્રદેશમાં કોરોના વાયરસની એન્ટ્રી થઇ છે. જબલપુરમાં ચાર લોકોએ કોરોના વાયરસ સંક્રમિત હોવાની પૃષ્ટી થઇ છે. આ તમામને મેડિકલ કોલેજનાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. સ્વાસ્થ વિભાગનાં અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દુબઇથી આવેલા 3  અને જર્મનીથી આવેલા એક વ્યક્તિમાં કોરોના વાયરસનુ સંક્રમણ હોવાની પૃષ્ટી થઇ છે. ત્રણેય વ્યક્તિઓ એક જ પરિવારનાં છે. આ તમામ દર્દીઓની સારવાર મેડિકલ કોલેજનાં આઇસોલેશન વોર્ડમાં રાખીને કરવામાં આવે છે. સ્વાસ્થય વિભાગે સામાન્ય લોકોને અપીલ કરી છે તેઓ ગભરાય નહી, કોરોના વાયરસને ઝડપથી નિયંત્રીત કરી લેવામાં આવશે. તેના માટે સ્વાસ્થય વિભાગની ટીમો સક્રિય છે. જે લોકોના સંક્રમિત હોવાની પૃષ્ટી થઇ છે, તેના સંપર્કમાં આવેલા લોકોની માહિતી પણ મેળવવામાં આવી રહી છે.


આજે મે મારી નજીકની વ્યક્તિ ગુમાવી દીધી, જેને હું ખુબ જ ચાહતો હતો: સૌરવ ગાંગુલી
મહારાષ્ટ્રમાં ચારેય શહેરો બંધ કરવાનો નિર્ણય
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિતમાં અત્યાર સુધી 223 કેસ સામે આવી ચુક્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 52 લોકોમાં કોરોના સંક્રમણ મળી આવ્યું છે. રાજ્યનાં ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું કે, તેમાંથી એક દર્દીનાં મોત થઇ ચુક્યા છે. આજે ચારેય શહેરોમાં બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ 31 માર્ચ અથવા આગામી આદેશ સુધી લાગુ રહેશે. આ દરમિયાન માત્ર જીવન જરૂરી વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે. આ દરમિયાન યાત્રાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube