આજે મે મારી નજીકની વ્યક્તિ ગુમાવી દીધી, જેને હું ખુબ જ ચાહતો હતો: સૌરવ ગાંગુલી
એશિયન ગેમ્સમાં ભારતને ફૂટબોલને ગોલ્ડ અપાવનારા પ્રદિપ કુમાર બેનર્જીનું શુક્રવારે નિધન થઇ ગયું. તેના કારણે ભારતીય રમત જગત શોકસંતપ્ત છે. પીકે બેનર્જી એવી વ્યક્તિ હતા, જે ફરી ફુટબોલરો સાથે નહી, બીજી રમતનાં ખેલાડીઓને પણ પ્રેરિત કરતા હતા. સૌરવ ગાંગુલીએ સ્વિકાર્યું કે બેનર્જીનું તેમનાં કેરિયર પર ખુબ જ મોટો પ્રભાવ હતો. સચિન તેંડુલકર, બાઇચુંગ ભુટિયા, શ્યામલ થાયાથી માંડીને તમામ દિગ્ગજ ખેલાડીએ પીકે બેનર્જીનાં નિધનને અપુર્ણીય ક્ષતિ ગણાવી છે.
Trending Photos
નવી દિલ્હી : એશિયન ગેમ્સમાં ભારતને ફૂટબોલને ગોલ્ડ અપાવનારા પ્રદિપ કુમાર બેનર્જીનું શુક્રવારે નિધન થઇ ગયું. તેના કારણે ભારતીય રમત જગત શોકસંતપ્ત છે. પીકે બેનર્જી એવી વ્યક્તિ હતા, જે ફરી ફુટબોલરો સાથે નહી, બીજી રમતનાં ખેલાડીઓને પણ પ્રેરિત કરતા હતા. સૌરવ ગાંગુલીએ સ્વિકાર્યું કે બેનર્જીનું તેમનાં કેરિયર પર ખુબ જ મોટો પ્રભાવ હતો. સચિન તેંડુલકર, બાઇચુંગ ભુટિયા, શ્યામલ થાયાથી માંડીને તમામ દિગ્ગજ ખેલાડીએ પીકે બેનર્જીનાં નિધનને અપુર્ણીય ક્ષતિ ગણાવી છે.
કોરોના LIVE: યુપી સરકાર 3 મોટા શહેરોને કરશે સેનિટાઇઝ, સરકારની અનેક જાહેરાત
બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પીકે બેનર્જી નાં નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું કે, આજે મે એક ખુબ જ નજીકનાં વ્યક્તિને ગુમાવી દીધા છે. એવા વ્યક્તિને જેને હું ખુબ જ પ્રેમ કરતો હતો અને સન્માન આપતો હતો. હું જ્યારે 18 વર્ષનો હતો ત્યારથી તેમનું મારા કેરિયર પર ખુબ જ પ્રભાવિત રહ્યું છે. તેમની સકારાત્મકતા ખુબ જ મોટી વાત હતી. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. આ સપ્તાને નજીકનાં લોકોને ગુમાવી દીધા. પીકે બેનર્જીનું શુક્રવારે છાતીમાં સંક્રમણ થવાને કારણે 83 વર્ષની ઉંમરે જ નિધન થઇ ગયું હતું.
Lost a very dear person today .. someone who I loved and respected enormously.. someone who had so much influence in my career when I was a 18 year old boy .. his positivity was infectious .. may his soul rest in peace .. lost two vry dear persons ths week https://t.co/unRE125C9w
— Sourav Ganguly (@SGanguly99) March 20, 2020
કોરોના પાર્ટી! કનિકા ઉપરાંત વસુંધરા રાજે, દુષ્યંતસિંહ અને યુપીનાં સ્વાસ્થય મંત્રી સેલ્ફ આઇસોલેટેડ
મહાન ક્રિકેટર સચિન તેંડુલકર, પૂર્વ ફુટબોલર બાઇચુંગ ભુટિયા, સુબ્રત ભટ્ટાચાર્ય અને ભારતીય ફૂટબોલ ટીમનાં કેપ્ટન સુનીલ છેત્રીએ પણ પીકે બેનર્જીનાં નિધન પર શ્રદ્ધાંજલી અર્પિત કરી છે. તેંડુલકરે ટ્વીટ કર્યું કે, ભારતનાં મહાન ફુટબોલ ખેલાડી પીકે બેનર્જીનાં નિધન પર તેમને શ્રદ્ધાંજલી તેમની સાથે મુલાકાત કરી અને તેમણે જે સકારાત્મકતા મને સોંપી તેની મારી પાસે ખુબ જ શાનદાર યાદો છે.
કોરોના પર કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, દિલ્હીમા બંધ કરાયા મોલ
બીજી તરફ સુનીલ છેત્રીએ લખ્યું કે, હું બેનર્જીનાં નિધન પર તેનાં પરિવાર સાથે જ ભારતીય ફુટબોલને પોતાની સંવેદનાઓ પ્રકટ કરૂ છું. તેઓ દરેક પદ્ધતીથી માર્ગદર્શક હતા અને તેમની ઉપલબ્ધીઓ હંમેશા ભારતીય ફુટબોલનાં ઇતિહાસમાં રહેશે. બાઇચુંગ ભુટિયાએ કહ્યું કે, તેઓ ખુબ જ શાનદાર વ્યક્તિ હતા. ખુબ જ સુંદર શખ્સીયત અને મારા માટે મારા પિતા સમાન છે. હું ભાગ્યશાળી છું કે મે પોતાનાં સર્વશ્રેષ્ઠ મેચોમાંથી એક તેમનાં માર્ગદર્શકનમાં રમી. તેમનું જવું ભારતીય ફુટબોલનાં ઇતિહાસ માટે ખુબ જ મોટુ નુકસાન છે. તેઓ ભારતનાં મહાન ખેલાડીઓ અને ટ્રેનર પૈકી એક હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે