નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યાં છે. કોરોના વાયરસનો કેર એટલો વધી ચુક્યો છે કે સંક્રમિતોનોઆંકડો પાંચ લાખને પાર પહોંચી ગયો છે. તો દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં એક દિવસમાં પાંચ હજારથી વધુ કોરોના વાયરસના દર્દીઓની પુષ્ટિ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય મંત્રાલયના સત્તાવાર આંકડા પ્રમાણે દેશમાં ગઈકાલે સવાર સુધી કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 490,401 હતી. પરંતુ દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્યો મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુના નવા આંકડાને જોડી દેવામાં આવે તો દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા પાંચ લાખને પાર પહોંચી ગઈ છે. 


covid19india.org પ્રમાણે દેશમાં હવે કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા પાંચ લાખને પાર પહોંચી ચુકી છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે 5024 નવા કેસ નોંધાયા છે. તો દેશની રાજધાની દિલ્હીમાં 3460 નવા કેસ સામે આવ્યા છે. આ સિવાય તમિલનાડુમાં પણ 3645 નવા દર્દીઓ સામે આવ્યા છે. 


ભૂટાને પાણી રોકવા પર કરી સ્પષ્ટતા, ભારતને લઇને કહી મત્વની વાત


મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી પાંચ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં નવા 5024 કેસ નોંધાવાની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા દોઢ લાખને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં  152765 કેસ નોંધાયા છે. 


મહારાષ્ટ્રમાં કોરોનાથી કેટલા મોત?
આ સિવાય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં વધુ 175 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક 7106 પર પહોંચી ગયો છે. 


તો મહારાષ્ટ્રમાં હવે કોરોના વાયરસના 65829 એક્ટિવ કેસ છે. આ સિવાય રાજ્યમાં સતત કોરોના દર્દીઓની સારવાર પણ ચાલી રહી છે. રાજ્યમાં 2362 અન્ય લોકોની સાથે અત્યાર સુધી રાજ્યમાં 79815 દર્દીઓ રિકવર થયા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube