7000 કોરોના કેસઃ અમેરિકા, ચીન અને ફ્રાન્સથી ભારતમાં વધુ મૃત્યુદર
કોરોના સંક્રમણના આંકડા આ બીમારી અને તેના નિવારણની રીતમાં મળેલી સફળતા/નિષ્ફળતાની જાણકારી આપે છે. જો 7000 કોરોનાના મામલાને આધાર માનીને બીજા દેશોની તુલના કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે ભારતમાં કોરોના દર્દીઓનો મૃત્યુદર ચીન, અમેરિકા અને ફ્રાન્સથી ખુબ વધુ છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 8000ને પાર થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં કોરોના વાયરસની ઝપેટમાં કુલ 8356 લોકો આવી ચુક્યા છે. તેમાંથી 715 લોકોની સફળતાપૂર્વક સારવાર થઈ ચુકી છે. જ્યારે સારવાર દરમિયાન 273 લોકોના મોત થયા છે. આ રીતે દેશમાં આ સમયે કોરોનાના એક્ટિવ મામલાની સંખ્યા 7367 છે.
કોરોના સંક્રમણના આંકડા આ બીમારી અને તેના નિવારણની રીતમાં મળેલી સફળતા/નિષ્ફળતાની જાણકારી આપે છે. જો 7000 કોરોનાના મામલાને આધાર માનીને બીજા દેશોની તુલના કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે ભારતમાં કોરોના દર્દીઓનો મૃત્યુદર ચીન, અમેરિકા અને ફ્રાન્સથી ખુબ વધુ છે.
જ્યારે જર્મની અને દક્ષિણ કોરિયાએ કોરોના દર્દીઓની સારવારમાં શાનદાર સફળતા હાંસિલ કરી છે. અહીં 7000 મામલા પર મૃત્યુદર ભારતના મુકાબલે ખુબ ઓછો છે. પરંતુ ઇટાલી, સ્પેન, બ્રિટન, સ્વીડન, નેધરલેન્ડ, બ્રાઝીલમાં 7000 કોરોના સંક્રમણ પર મોતનો આંકડો ભારતથી વધુ છે.
અમેરિકા ચીન-ફ્રાન્સથી વધુ છે ભારતમાં મૃત્યુદર
7000 કોરોના સંક્રમણના આધાર પર જે દેશોમાં ભારતથી ઓછા મોત થયા છે, તે દેશ છે જર્મની, દક્ષિણ કોરિયા, ચીન, ફ્રાન્સ અને અમેરિકા. ભારતમાં કોરોના સંક્રમણનો આંકડો 7000 હતો તો મૃત્યુઆંક 249 હતો, દક્ષિણ કોરિયામાં આ આંકડો 54 હતો, અમેરિકામાં માત્ર 100 લોકોના મોત થયા હતા, ચીનમાં 170 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ફ્રાન્સમાં 7000 કેસો પર મૃત્યુઆંક 175 હતો અને ઈટાનમાં આ ડેટા 237 હતો.
કોરોનાઃ પીએમ મોદીના સંબોધનની રાહ, આ રાજ્યોએ વધારી દીધું લૉકડાઉન
ભારત 10 એવા દેશોમાં જ્યાં મોતનો દર વધુ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સ્ત્રોતથી લેવામાં આવેલા આંકડાના આધાર પર તૈયાર આંકડાનું વિશ્લેષણ કહે છે કે 7000 કેસ પર 23 દેશોની યાદીમાં મૃત્યુદરના મામલામાં ભારત 10 એવા દેશોમાં છે જ્યાં મૃત્યુદર સૌથી વધુ છે.
ઇટાલી-સ્પેનમાં ભારતથી વધુ મૃત્યુદર
જે દેશોમાં ભારતથી વધુ મૃત્યુદર છે તે દેશ છે સ્પેન જ્યાં 7000 લોકોના સંક્રમણ પર મોતનો આંકડો 288 હતો, જ્યારે બ્રાઝીલમાં આંકડો 299 તો ઇટાલીમાં 366 લોકોના મોત થયા હતા.
7000 લોકોના સંક્રમિત મામલામાં બ્રિટનમાં 422 લોકોના મોત થયા છે, નેધરલેન્ડમાં 434 મોત થયા તો સ્વીડનમાં 477 લોકોના મોત થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર