નવી દિલ્હી: દેશમાં કોરોના રસીકરણ અભિયાને એક મહત્વનો પડાવ પાર કર્યો છે. અત્યાર  સુધીમાં કોરોના રસીના 50 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. રસીકરણ ડ્રાઈવનું આ માઈલ સ્ટોન પાર કરવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેમની સરકાર 'બધાને રસી મફત રસી' હેઠળ બધા નાગરિકોનું રસીકરણ સુનિશ્ચિત કરશે. પ્રધાનમંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોરોના વિરોધી રસીના ડોઝ આપવા મામલે ભારતે 50 કરોડનો આંકડો પાર કર્યો છે. શુક્રવારે ભારતમાં 43.29 લાખ ડોઝ અપાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

40 કરોડથી 50 કરોડ સુધી પહોંચવામાં માત્ર 20 દિવસ લાગ્યા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં કોરોના રસીના અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ ડોઝ લાગી ચૂક્યા છે. 40 કરોડથી 50 કરોડસુધી પહોંચવામાં માત્ર 20 દિવસ લાગ્યા છે. 


કોરોના વિરુદ્ધ ભારતની જંગે તાકાત મેળવી-પીએમ મોદી
50 કરોડથી વધુ ડોઝ અપાયાના વખાણ કરતા પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે 'કોરોના વિરુદ્ધ ભારતની જંગે રફતાર પકડી છે. રસીકરણનો આંકડો 50 કરોડને પાર ગયો છે. આપણે આ આંકડાને વિસ્તાર આપવા અને બધાને રસી, મફત રસી હેઠળ આપણા તમામ નાગરિકોને રસી અપાય તેવી આશા કરીએ છીએ.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube