નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના મામલા ઝડપથી વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકની અંદર 1200થી વધુ મામલા સામે આવ્યા છે અને 20થી વધુ લોકોનું મૃત્યુ થયું છે. માત્ર ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 110 પોઝિટિવ કેસ આવ્યા છે. તો મહારાષ્ટ્રમાં છેલ્લી 12 કલાકમાં 121 કેસ સામે આવ્યા છે. હવે અહીં પીડિતોનો આંકડો 2455 થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરૂઆત મહારાષ્ટ્રથી કરીએ છીએ. કોરોનાથી સૌથી પ્રભાવિત કોઈ રાજ્ય હોય તો તે મહારાષ્ટ્ર છે. અહીં અત્યાર સુધી 2455 કન્ફર્મ કેસ સામે આવ્યા છે. છેલ્લા 12 કલાકની અંદર જ 121 કેસ સામે આવ્યા છે. જેમાં માત્ર મુંબઈમાં 92 કેસોની પુષ્ટિ થઈ છે. આ સિવાય નવી મુંબઈમાં 13, ઠાણેમાં 10, વસાઈ વિહારમાં 3 અને રાયગઢમાં એક દર્દીની પુષ્ટિ થઈ છે. 


તો ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 2634 કોવિડ-19ના ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 110 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. .પ્રથમવાર ઉત્તર પ્રદેશમાં એક દિવસમાં દર્દીઓનો આંકડો 100ને પાર પહોંચ્યો છે. તો પ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 650ને પાર પહોંચી ગઈ છે. જ્યારે 5 લોકોના મોત થયા છે. રાહતની વાત છે કે 49 લોકો સ્વસ્થ પણ થયા છે. 


લૉકડાઉન 2.0: ઘરમાંથી બહાર આવવા 20 એપ્રિલથી મળી શકે છે છૂટ, આ છે પીએમ મોદીની શરતો   


આ વચ્ચે દેશના નામે સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 મે સુધી લૉકડાઉ વધારવાની જાહેરાત કરી દીધી છે. સાથે કોરોનાના તાજા મામલામાં બીમારીનો આંકડો 10 હજારને પાર પહોંચી ગયો છે. હવે દેશમાં 10363 કન્ફર્મ કેસ છે, જેમાંથી મૃત્યુ પામનારની સંખ્યા 339 સુધી પહોંચી ગઈ છે. તો હજારથી વધુ લોકો સ્વસ્થ પણ થયા છે.


ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર