નવી દિલ્હીઃ દેશમાં બે મહિનાથી વધુ સમય બાદ કોરોના વાયરસનો સંક્રમણ દર એક ટકાથી પાર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે સવારે આઠ કલાકે જાહેર આંકડા અનુસાર ભારતમાં એક દિવસમાં કોરોનાના 3157 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધી સંક્રમિત થઈ ચુકેલા લોકોની સંખ્યા વધીને 4,30,82,345 થઈ ગઈ છે. દેશમાં સંક્રમણથી 26 વધુ લોકોના મૃત્યુ બાદ કુલ મૃત્યુઆંક 5,23,869 થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે મહિના બાદ સંક્રમણ દર 1 ટકાથી વધુ
આંકડા અનુસાર દેશમાં બે મહિનાથી વધુ સમય બાદ કોરોના વાયરસનો સંક્રમણ દર એક ટકાથી પાર પહોંચીને 1.07 ટકા નોંધાયો છે. 27 ફેબ્રુઆરીએ સંક્રમણ 1.11 ટકા નોંધાયો હતો. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે. તો દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 19,500 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.05 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રિકવર થયેલા દર્દીઓની સંખ્યામાં 408નો વધારો થયો છે. 


આ પણ વાંચોઃ આ માત્ર તસવીરો નહીં પરંતુ 'ભારતનો આત્મા' છે...જેને જોવાથી મનને ઠંડક થાય છે


રિકવરી થવાનો દર 98.74 ટકા
આંકડા અનુસાર દર્દીઓના સાજા થવાનો દર 98.74 ટકા છે. દેશમાં અત્યાર સુધી કુલ 4,25,38,976 લોકો સંક્રમણથી સાજા થઈ ચુક્યા છે અને કોવિડનો ડેથ રેટ 1.22 ટકા છે. તો દેશવ્યાપી વેક્સીનેશન અભિયાન હેઠળ અત્યાર સુધી કોવિડ વેક્સીનના 189.23 કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચુક્યા છે.


20 નવેમ્બર 90 લાખથી પાર થઈ ગયા કોરોનાના કેસ
ઉલ્લેખનીય છે કે દેશમાં સાત ઓગસ્ટ 2022ના સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટના 30 લાખ અને પાંચ સપ્ટેમ્બર 2020ના 40 લાખને પાર કરી ગઈ હતી. સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના 50 લાખ, 28 સપ્ટેમ્બર 2022ના 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના 80 લાખ અને 20 નવેમ્બર 2020ના 90 લાખને પાર ચાલ્યા ગયા હતા. 


આ પણ વાંચોઃ Watch Video: લેન્ડિંગ પહેલા તોફાનમાં ફસાયેલા સ્પાઈસજેટની અંદરનો વીડિયો આવ્યો સામે, જોઈને હચમચી જશો


આ વર્ષે 26 જાન્યુઆરીએ ચાર કરોડને પાર પહોંચ્યા કેસ
દેશમાં 19 ડિસેમ્બર 2022ના કેસ એક કરોડને પાર પહોંચ્યા હતા. પાછલા વર્ષે ચાર મેએ સંક્રમિતોની સંખ્યા બે કરોડ અને 23 જૂન 2021ના ત્રણ કરોડ પર પહોંચી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં કેસ ચાર કરોડને પાર પહોંચ્યા હતા. 


24 કલાકમાં 26 મોત
મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી 26 લોકોના મોત થયા છે, જેમાં કેરલમાં 21, ઓડિશામાં બે, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં એક-એક વ્યક્તિના મોત થયા છે. દેશમાં અત્યાર સુધી સંક્રમણથી  5,23,869 લોકોના મોત થયા છે. જેમાં મહારાષ્ટ્રમાં 1,47,843, કેરલમાં 69,068, કર્ણાટકના 40,102, તમિલનાડુના 38,025, દિલ્હીના 26,175, ઉત્તર પ્રદેશના 23,508 અને પશ્ચિમ બંગાળમાં 21202 લોકો હતા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube