Corona Latest Update: દેશમાં કોરોનાનો કહેર ફરીથી વધી રહ્યો છે. લોકો કોરોના જતો રહ્યો છે એમ સમજીને બેદરકારી વર્તી રહ્યા છે અને માર્ગદર્શિકાનું પણ પાલન થતું નથી. કોરોનાના કેસ દિન પ્રતિદિન રોકેટ ગતિથી વધી રહ્યા છે. મોતના આંકડામાં પણ વધારો જોવા મળે છે. કોરોનાની ચિંતાજનક સ્થિતિને લઈને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ એકવાર ફરીથી ચેતવણી ઉચ્ચારી છે અને કહ્યું છે કે કોરોનાની નવી લહેરોને પહોંચી વળા માટે તૈયાર રહો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા 20 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20,044 દર્દીઓ નોંધાયા છે. આ દરમિયાન 18,301 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા પણ થયા છે. એક દિવસમાં કોરોનાથી 56 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં 1,40,760 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં કોરોનાથી ડેઈલી પોઝિટિવિટી રેટ 4.80% છે. 


Britain: ભારતીય મૂળના ઋષિ સુનક સામે હવે બોરિસ જ્હોન્સને ખોલ્યો મોરચો, જાણો શું કહ્યું?


બેદરકારી ભારે પડી શકે છે
કોરોનાના વધતા કેસ અંગે WHO ડાયરેક્ટર Tedros Adhanom Ghebreyesus એ પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે કોરોનાના મોતનો આંકડો વધવો એ સારા સંકેત નથી. ઓમિક્રોનના સબવેરિએન્ટ BA.4 અને BA.5 ના કારણે સમગ્ર દુનિયામાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે. અનેક દેશ કોરોનાને લઈને બેદરકાર બની ગયા છે. ટેસ્ટિંગ ઓછું કરી દેવાયું છે. જેના કારણે કોઈ પણ વેરિએન્ટને લઈને ચુસ્ત જાણકારી સામે આવી રહી નથી. તેના વ્યવહાર અંગે પણ કઈ સ્પષ્ટ થતું નથી. 


કોરોના ગયો નથી, સાવધ રહો
WHO ના પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે કોરોના હજુ ગયો નથી અને આવનારા સમયમાં હજુ પણ લહેર જોવા મળી શકે છે. તેનો સંકત આપણને એ વાતથી પણ મળી રહ્યો છે કે ગત અઠવાડિયે 5.7 મિલિયન કોરોના કેસ સામે આવ્યા. જે પહેલાની સરખામણીએ 6 ટકા વધુ જોવા મળ્યા. મોતના આંકડાની વાત કરીએ તો ગત અઠવાડિયે આ વાયરસના કારણે 9800 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. 


Free Electricity: હવે અહીં મળશે મફત વીજળી, દર મહિને એક રૂપિયે કિલો ચણાદાળ, જાણો વિગતો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube