Britain: ભારતીય મૂળના ઋષિ સુનક સામે હવે બોરિસ જ્હોન્સને ખોલ્યો મોરચો, જાણો શું કહ્યું?
બ્રિટનમાં પ્રધાનમંત્રી રેસની લડત હવે રસપ્રદ બની રહી છે. ભારતીય મૂળના ઋષિ સુનક બે રાઉન્ડ બાદ એક સારી લીડ ધરાવી રહ્યા છે પરંતુ તેમના પીએમ પદના રસ્તામાં અનેક પડકારો પણ છે. એક પડકાર તો બોરિસ જ્હોન્સન પોતે છે જે ઋષિ સુનકને પ્રધાનમંત્રી તરીકે જોવા માંગતા નથી.
Trending Photos
બ્રિટનમાં પ્રધાનમંત્રી રેસની લડત હવે રસપ્રદ બની રહી છે. ભારતીય મૂળના ઋષિ સુનક બે રાઉન્ડ બાદ એક સારી લીડ ધરાવી રહ્યા છે પરંતુ તેમના પીએમ પદના રસ્તામાં અનેક પડકારો પણ છે. એક પડકાર તો બોરિસ જ્હોન્સન પોતે છે જે ઋષિ સુનકને પ્રધાનમંત્રી તરીકે જોવા માંગતા નથી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ બોરિસ જ્હોન્સન સુનકને બાદ કરતા ગમે તે અન્ય વ્યક્તિનું પીએમ પદના ઉમેદવાર તરીકે સમર્થન કરવા માટે તૈયાર છે. તેમના તરફથી અન્ય ઉમેદવારોને કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ કિંમતે સુનકનું સમર્થન ન કરો. હવે બોરિસના આ વલણને લઈને એવું કહેવાય છે કે તેઓ પોતાની સત્તા જવા બદલ ઋષિ સુનકને જ મુખ્ય કારણ ગણે છે.
બોરિસ જ્હોન્સનનું માનવું છે કે છેલ્લા કેટલાક મહિનાથી ઋષિ સુનક તેમને સત્તામાંથી બરતરફ કરવાની કોશિશમાં હતા. ઋષિના કારણે જ તેઓએ પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું. એક રિપોર્ટમાં તો એટલે સુધી દાવો કરાયો છે કે બોરિસ જ્હોન્સન સાજિદ જાવેદને સત્તા ગુમાવવા બદલ જવાબદાર ગણતા નથી.
બોરિસ જ્હોન્સન પોતાની સત્તા જવા બદલ માત્ર ઋષિ સુનકને જવાબદાર ગણી રહ્યા છે. તેમનો બધો ગુસ્સો ઋષિ તરફ છે. એ વાતનો ગુસ્સો વધુ છે કે એક નિર્ધારિત રણનીતિ હેઠળ બોરિસ જ્હોન્સનને સત્તામાંથી બેદખલ કરાયા. મોટી વાત એ છે કે બોરિસ જ્હોન્સન ઋષિ સુનકનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ વિદેશ સચિવ Liz Truss ને પીએમ બનાવવા માટે ખુબ ભાર મૂકી રહ્યા છે.
ઋષિ સુનક માટે તેમનો વિરોધ એટલો વધુ છે કે તેઓ હાલ જૂનિયર ટ્રેડ મિનિસ્ટર Penny Mordaunt નું સમર્થન કરવા માટે તૈયાર જોવા મળે છે. આ અંગે જ્યારે જ્હોન્સનના એક સાથી સાથે વાત કરાઈ તો તેમણે એ વાત સ્વીકાર કરી કરે કેરટેકર પીએમ ઋષિ અંગે વધુ ઉત્સાહિત નથી. તેઓ માને છે કે તેમની સાથે દગો થયો છે પરંતુ એવું નથી કે તેઓ ઋષિ સિવાય અન્ય કોઈને પણ પીએમ બનતા જોઈ શકે છે.
હાલ તો ઋષિ સુનકની સ્થિતિ ઘણી મજબૂત જોવા મળી રહી છે. સતત બે રાઉન્ડમાં તેમને સૌથી વધુ મત મળ્યા છે. બીજા રાઉન્ડની વાત કરીએ તો ભારતીય મૂળના સુએલા બ્રેવમેનને ટોરી પાર્ટીના નેતૃત્વની આ રેસમાં સૌથી ઓછા મત મળ્યા અને તેઓ આ રાઉન્ડમાં બહાર થઈ ગયા. સૌથી વધુ મત ઋષિ સુનકને મળ્યા. તેમને 101 મત મળ્યા જ્યારે બીજા સ્થાને રહેલા પેની મોર્ડોટને 83 મત મળ્યા, લિઝ ટ્રેસને 64, કેમી બેડોનોચને 49 અને ટોમ તુગેંદતને 32 મત મળ્યા.
પરંતુ હજુ આ રેસ અહીં પૂરી નથી થઈ. મતદાનનો આ દોર ચાલુ રહેશે. આગામી 5 દિવસમાં 3 વાર મતદાન થશે. દર વખતે સૌથી ઓછા મત મેળવનાર ઉમેદવાર બહાર થતા જશે. કહેવાય છે કે 21 જુલાઈ સુધીમાં આ પ્રક્રિયા પૂરી કરવામાં આવી શકે છે. જ્યારે આ પ્રક્રિયામાં બે જ ઉમેદવાર રહી જશે ત્યારે પીએમ બનવાની રેસ વધુ રસપ્રદ બનશે. અસલમાં હાલ બ્રિટનમાં ટોરી પાર્ટીની સરકાર છે. જ્યારે આ રેસમાં ફક્ત બે ઉમેદવાર રહી જશે ત્યારે તેઓ સમગ્ર દેશમાં જઈને કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો પાસે મત માંગશે. બંને ઉમેદવારમાંથી જે પણ પાર્ટીના નેતા બનશે તેઓ દેશના પીએમ બનશે અને બોરિસ જ્હોન્સનની જગ્યા લેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે