નવી દિલ્હી: કોરોના (Coronavirus)નું મરકઝ કનેક્શનને લઇને તપાસ ચાલી રહી છે. દેશમાં ફેલાયેલા કોરોનાના સંક્રમણનું એપિક સેન્ટર બનેલા નિઝામુદ્દીન મરકઝમાં શું કોરોના ચીનથી તો નથી આવ્યો? આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રાઇમ બ્રાંચ આ મામલે પણ તપાસ કરી રહી છે કે, જ્યારે ચીનમાં કોરોનાનો કહેર તેના ઉચ્ચતમ સ્તર પર હતો, તે સમયે ચીનથી પણ 7 જમાતી મરકઝમાં વાર્ષિક જલસામાં સામેલ થવા આવ્યા હતા. તે સમયે મરકઝના મૌલાના સાદે જ આ જમાતીઓને મરકઝમાં આવવા અને રોકાવાની પરવાનગી આપી હતી.


આ પણ વાંચો:- દિલ્હીમાં સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ, CM કેજરીવાલે આપ્યું મોટું નિવેદન


આ સાતે જમાતી ટૂરિસ્ટ વીઝા પર ભારત આવ્યા હતા અને વીઝા નિયમોનું ઉલ્લંઘન કરી મરકઝના કાર્યક્રમમાં સામેલ થયા હતા.


ક્રાઇમ બ્રાંચે આ સાત ચીની જમાતિઓની સામે પણ ચાર્જશીટ દાખલ કરી છે. ક્રાઇમ બ્રાંચે તપાસ કરી રહી છે કે, આ લોકો મરકઝમાં આવ્યા પહેલા ક્યાં-ક્યાં ગયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube