દિલ્હીમાં સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ, CM કેજરીવાલે આપ્યું મોટું નિવેદન

દિલ્હીમાં કોરોના વાયરસ (Corona Virus) ના વધતા કેસ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) નિવેદન આપ્યું છે. કેજરીવાલે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં કેસ ઝડપથી વધી રહ્યાં છે. કારણ કે ટેસ્ટિંગમાં ઝડપ આવી છે. કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં મોટાભાગના લોકોને કોરોનાના હળવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. જેમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર રહેતી નથી, દર્દી પોતાના ઘરે જ સારવાર હેઠળ છે. તેમણે કહ્યું કે આગળ આઈસીયુવાળા બેડ વધારવામાં આવશે. 

દિલ્હીમાં સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ, CM કેજરીવાલે આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના વાયરસ (Corona Virus) ના વધતા કેસ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) નિવેદન આપ્યું છે. કેજરીવાલે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં કેસ ઝડપથી વધી રહ્યાં છે. કારણ કે ટેસ્ટિંગમાં ઝડપ આવી છે. કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં મોટાભાગના લોકોને કોરોનાના હળવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. જેમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર રહેતી નથી, દર્દી પોતાના ઘરે જ સારવાર હેઠળ છે. તેમણે કહ્યું કે આગળ આઈસીયુવાળા બેડ વધારવામાં આવશે. 

— ANI (@ANI) June 26, 2020

ટેસ્ટિંગ વધ્યા પરંતુ એટલા કેસ નથી વધ્યાં: કેજરીવાલ
રાજધાની દિલ્હીમાં કોરોનાના મામલે છેલ્લા કેટલાક દિવસથી સતત નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં 3-3 હજાર કેસ જોવા મળી રહ્યાં છે. જેના પર કેજરીવાલે કહ્યું કે આવું એટલા માટે કારણ કે ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હવે રોજ 18થી 20 હજાર જેટલા ટેસ્ટ થાય છે. જ્યારે પહેલા 5 થી 6 હજાર ટેસ્ટ થતા હતાં. કેજરીવાલે કહ્યું કે જ્યારે ઓછા ટેસ્ટિંગમાં રોજ બે હજાર ટેસ્ટ આવતા હતાં અને હવે આટલા ટેસ્ટિંગ ઉપર પણ રોજ દર્દી 3 હજાર કે સાડા ત્રણ હજાર જેટલા જોવા મળે છે. 

અરવિંદ કેજરીવાલે કહ્યું કે સારી વાત એ છે કે 74 હજાર ટોટલ કેસમાં 45 હજાર જેટલા લોકો સાજા થઈ ગયા છે. લોકો ઝડપથી સાજા થઈ રહ્યાં છે. તેમણે હોમ આઈસોલેશનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આજની તારીખમાં 26 હજાર દર્દીઓ છે. જેમાથી ફક્ત 6000 દર્દીઓ હોસ્પિટલમાં છે. બાકીના ઘરે જ સારવાર હેઠળ છે. 

જુઓ LIVE TV

મુખ્યમંત્રી કેજરીવાલે વધુમાં કહ્યું કે છેલ્લા એક અઠવાડિયામાં દર્દીઓવાળા ટોટલ બેડની સંખ્યા 6 હજારની આસપાસ રહી છે. રોજ સાડા 3 હજાર દર્દીઓ આવી રહ્યાં છે. જેમાં નવા દર્દીઓને બેડની જરૂર પડતી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news