નવી દિલ્હીઃ ભારત (India) સરકારે કોરોના વાયરસ (Coronavirus) ના B.1.617 સ્ટ્રેન વિશે કથિત રૂપથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના હવાલાથી મીડિયામાં આવેલા સમાચારોને નકાર્યા છે. આ ખબરોમાં દાવો કરવામાં આવ્યો કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાના ઈન્ડિયન વેરિએન્ટને દુનિયા માટે ખતરાની વાત ગણાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

B.1.617 સ્ટ્રેનને ગણાવ્યો હતો ઈન્ડિયન વેરિએન્ટ
સરકારે બુધવારે કહ્યું કે, ઘણા મીડિયા રિપોર્ટોમાં WHO તરફથી કોરોના  (Coronavirus) ના B.1.617 સ્ટ્રેનને વૈશ્વિક ચિંતા ગણાવતા સમાચારોને કવર કર્યા છે. તેમાંથી કેટલાક રિપોર્ટમાં આ સ્ટ્રેનને ઈન્ડિયન વેરિએન્ટ (Indian Variant) ગણાવવામાં આવ્યો છે. સરકારે કહ્યું કે આવું રિપોર્ટિંગ કોઈ આધાર વગર કરવામાં આવ્યું છે. 


દેશમાં કમી છતાં વિદેશમાં કેમ મોકલવામાં આવી Vaccine? ભાજપે આપ્યો જવાબ


WHO એ વાયરસ પર જારી કર્યો હતો રિપોર્ટ
મહત્વનું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંગળવારે કોરોનાના B.1.617 સ્ટ્રેન પર રિપોર્ટ જારી કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું કે, આ સ્ટ્રેન પહેલાના મુકાબલે વધુ સંક્રામક અને જીવલેણ છે. આ સ્ટ્રેને કોરોના વેક્સિન વિરુદ્ધ પણ રોગપ્રતિકારક શક્તિ હાસિલ કરી લીધી છે. આ સ્ટ્રેન વિશ્વના ઘણા દેશોમાં મળ્યો છે. 


બીજી લહેરની પાછળ આ સ્ટ્રેનનો હાથ?
રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસ (Coronavirus) નો આ સ્ટ્રેન પ્રથમવાર ઓક્ટોબર 2020માં ભારતમાં રિપોર્ટ થયો હતો. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર અને મોતની વધતી સંખ્યાએ આ સ્ટ્રેન અને અન્ય વેરિએન્ટ  B.1.1.7 ની સંભવિત ભૂમિકા પર સવાલ ઉભા કર્યા છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube