મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા સૌથી વધુ, અત્યાર સુધી 1135 કોરોના પોઝિટિવ, 72 લોકોના મોત
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે ભીષણ તબાગી મચાવી છે. પુણેમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોના મોત થયા છે.
પુણેઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ (Coronavirus)એ ભીષણ તબાહી મચાવી છે. પુએમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 8 લોકોના મોત થયા છે. આ સાથે પુણેમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 16 થઈ ગઈ છે.
આંકડાની વાત કરીએ તો સસૂન હોસ્પિટલમાં અત્યાર સુધી 11 મોત થયા છે. ઔંધમાં એક, દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં 1, નાયડૂ હોસ્પિટલમાં 1, નોબલ હોસ્પિટલમાં 1, ઇનામદાર હોસ્પિટલમાં 1 મોત થયું છે.
મહારાષ્ટ્રમાં કુલ 1135 કોરોના પીડિતોની સંખ્યા છે અને અહીં 117 નવા મામલા સામે આવ્યા છે. તો સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે, નવા મામલામાં 72 માત્ર મુંબઈમાં છે. રાજ્યમાં સંક્રમણથી કુલ મૃતકોની સંખ્યા 72 થઈ ગઈ છે.
અધિકારીએ જણાવ્યું કે, 117 નવા મામલા વધવાની સાથે અત્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 1135 થઈ ગઈ છે. 8 લોકોના મોતની સાથે કુલ સંખ્યા 72 થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, નવા 117 મામલામાં 72 મુંબઈ અને 36 મામલા પુણેના છે.
Covid-19: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, સરકારી હોય કે ખાનગી લેબ, ફ્રીમાં થશે કોરોના વાયરસની તપાસ
તો દેશમાં કોરોના વાયરસના સંક્રમણની સંખ્યા વધીને 5194 થઈ ગયા છે. આ મહામારીથી અત્યાર સુધી 149 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 773 નવા કેસ સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર