Corona પર ચોંકાવનારી વાત સામે આવી, સંક્રમિત વ્યક્તિની છીંકથી આટલા મીટર દૂર જઈ શકે વાયરસ
કોરોના વાયરસ (Corona Virus) વિરુદ્ધ લડતમાં સરકારે ઈઝી ટુ ફોલો એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં કહેવાયું છે કે કોરોના વાયરસના એરોસોલ્સ હવામાં 10 મીટર સુધી તરી શકે છે. સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવનના કાર્યાલયે ગુરુવારે કહ્યું કે કોવિડ-19થી પીડિત વ્યક્તિની છીંકથી નીકળનારા ડ્રોપલેટ્સ બે મીટર સુધી પડી શકે છે અને તેમાંથી નીકળતા એરોસોલ 10 મીટર સુધી ફેલાઈ શકે છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) વિરુદ્ધ લડતમાં સરકારે ઈઝી ટુ ફોલો એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં કહેવાયું છે કે કોરોના વાયરસના એરોસોલ્સ હવામાં 10 મીટર સુધી તરી શકે છે. સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવનના કાર્યાલયે ગુરુવારે કહ્યું કે કોવિડ-19થી પીડિત વ્યક્તિની છીંકથી નીકળનારા ડ્રોપલેટ્સ બે મીટર સુધી પડી શકે છે અને તેમાંથી નીકળતા એરોસોલ 10 મીટર સુધી ફેલાઈ શકે છે.
પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર (PSA) ના કાર્યાલયે પોતાની ઈઝી ટુ ફોલો એડવાઈઝરીમાં કહ્યું છે કે સંક્રમણ રોકો, મહામારીને સમાપ્ત કરો. SARS-CoV-2 વાયરસને ફેલાતો રોકવા માટે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, સ્વચ્છતા રાખો અને હવા ઉજાસવાળી જગ્યાનો ઉપયોગ કરવો.
એડવાઈઝરીની મુખ્ય વાતો
- કોવિડ-19 વાયરસના પ્રકોપને ઓછો કરવામાં હવા ઉજાસવાળી જગ્યા વધુ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ખુલ્લી જગ્યામાં એક સંક્રમિત વ્યક્તિથી બીજામાં સંક્રમણ ફેલાવવાનું જોખમ પણ ઓછું હોય છે.
- લાળ, અને છીંક તથા તેમાંથી નીકળતા સંક્રમિત ટીપા વાયરસને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચાડી શકે છે. મોટા ટીપા જમીન પર અને સપાટી પર પડે છે અને નાના ટીપા હવામાં ઘણી દૂર સુધી જઈ શકે છે.
- એવી જગ્યા કે જે બંધ છે અને જ્યાં હવા ઉજાસ જરાય નથી ત્યાં સંક્રમિત ટીપા કોન્સન્ટ્રેટેડ થઈ જાય છે અને તેનાથી તે જગ્યામાં લોકોના સંક્રમણનું જોખમ વધી જાય છે.
- સંક્રમિત વ્યક્તિના નાકથી નીકળતા ટીપા બે મીટરના વિસ્તારમાં પડી શકે છે જ્યારે સુક્ષ્મ ટીપા હવા દ્વારા દસ મીટર સુધી જઈ શકે છે.
- પહેલાના પ્રોટોકોલ મુજબ સંક્રમણને રોકવા માટે છ ફૂટનું અંતર જરૂરી જણાવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ કહ્યું છે કે કોઈ પણ બહારની વ્યક્તિના સંપર્કમાં ન આવવા છતાં સંક્રમિત થઈ ગઆ. આવામાં હવે કહેવાય છે કે જગ્યા જો હવાઉજાસવાળી હોય તો સંક્રમણથી બચી શકાય છે.
White Fungus: કોરોના, બ્લેક ફંગસ બાદ હવે પાછી નવી બીમારી! જાણો કેવી રીતે શરીર પર કરે છે એટેક
- જે પ્રકારે ઘરના દરવાજા અને બારીઓ ખોલવા અને એક્ઝોસ્ટ ફેન ચલાવવાથી હવામાંથી ગંધ ઓછી થઈ જાય છે બરાબર તે જ રીતે હવા ઉજાસવાળી જગ્યામાં વાયરસની સંખ્યા ઓછી થઈ શકે છે અને તેનાથી સંક્રમણનું જોખમ ઓછું થાય છે.
પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એડવાઝરીમાં કહેવાયું છે કે માત્ર પંખા ચલાવવાથી, ખુલ્લા દરવાજા અને બારીઓ હોવાથી વાયુની ગુણવત્તામાં સુધાર થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube