નવી દિલ્હીઃ Coronavirus India Alert: કોરોના દર્દીઓનો વધી રહેલો ગ્રાફ ફરી એકવાર આરોગ્ય વિભાગ માટે મોટી ચિંતાનું કારણ બની રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઘણા દેશોમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સદભાગ્યે, ભારતમાં કોરોનાની પ્રગતિ ધીમી છે. પરંતુ ખતરાને જોતા સરકારે તમામ રાજ્યોને એલર્ટ રહેવા જણાવ્યું છે. આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને કોરોનાના નિવારણ માટે તમામ જરૂરી પગલાં લેવા સૂચના આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી આવતીકાલે બુધવારે સવારે 11 વાગે વિદેશમાં કોરોનાના વધી રહેલા કેસ અંગે સમીક્ષા બેઠક કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને પત્ર લખ્યો 
જાપાન, અમેરિકા અને ચીનમાં કોરોનાના કેસો વધ્યા બાદ આરોગ્ય મંત્રાલયે રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ વધારવાનો નિર્દેશ આપ્યો છે. જીનોમ સિક્વન્સિંગ વધારવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે નવા પ્રકારો અને તેમના ફેલાવાને સમયસર શોધી શકાય છે.


સર્વેલાન્સમાં વધારો
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોના આરોગ્ય સચિવો અને મુખ્ય સચિવોને પત્ર લખીને કોરોના વાયરસના જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન આપવા જણાવ્યું છે. અમેરિકા, બ્રાઝિલ, ચીન, જાપાન અને કોરિયામાં કોવિડના વધતા કેસ બાદ દેખરેખ વધારવામાં આવી છે.


આ પણ વાંચો- Twitter માં ફેરફાર, PM મોદી, અમિત શાહ સહિત ઘણા લોકોના એકાઉન્ટમાંથી બ્લૂ ટિક ગાયબ


જીનોમ સિક્વન્સિંગ પર ખાસ ભાર
રાજ્યોને કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના નવા વેરિએન્ટની ઓળખ કરવા માટે દરેક રાજ્ય પોઝિટિવ કેસનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે અને જીનોમ સિક્વન્સિંગના દરેક કેસને INSACOG (Indian SARS-CoV-2 Genomics Consortium) ના માધ્યમથી રિપોર્ટ કરવામાં આવે. જીનોમ સિક્વન્સિંગના માધ્યમથી માહિતી મેળવી શકાય છે કે વાયરસનો ક્યો વેરિએન્ટ વધુ ફેલાઈ રહ્યો છે અને ક્યા ભાગમાં ક્યા વેરિએન્ટનો ફેલાવો છે. જો વાયરસ મ્યૂટેટ કરે છે અને કોઈ નવો વેરિએન્ટ વાતાવરણમાં આવે છે તો તેની પણ માહિતી મેળવી શકાય છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube