નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણ ફેલાવવાનો દર ભયજનક સ્તર પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં જે કેસ સામે આવ્યા છે તે ભયભતી કરતા છે. ચિંતાની વાત એ પણ છે કે આ બાબતો આ કરતા પણ વધારે ઉંચાઇએ ના પહોંચી જાય. સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી મળેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં રેકોર્ડે 34,956 નવા કેસ સામે આવ્યા છે. આ ભયજનક એટલા માટે છે કેમ કે, અત્યાર સુધીમાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ (Corona Positive) કેસ નોંધાયા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- બે દિવસની મુલાકાતે લેહ પહોંચ્યા રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સાથે છે CDS બિપિન રાવત


આજે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત એક દિવસમાં કોરોના વાયરસના રેકોર્ડે 34,956 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 687 લોકોએ આ જીવલેણ વાયરસથી પોતાનો જીવ ગુમાવ્યો છે. સરકારનું કહેવું છે કે, હવે તમામ રાજ્યોને વધારમાં વધારે ટેસ્ટ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જેથી સંક્રમિત લોકોને યોગ્ય સમયે સારવાર મળી શકે.


આ પણ વાંચો:- J&K: કુલગામમાં સુરક્ષા દળે ઠાર માર્યા બે આતંકી, 2 જવાન ઘાયલ


દેશમાં કોરોનાનો આંકડો 10 લાખને પાર
પ્રાપ્ત આંકડા અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં 10 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે. તેમાં લગભગ 6.45 લાખ લોકો સાજા થયા છે. જ્યારે બાકીના લોકોની સારવાર ચાલી રહી છે. મહામારી ફેલાવવાથી લઇને અત્યાર સુધીમાં 25,625 લોકોના મોત નિપજ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube