નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના નવા કેસે ગતિ પકડી છે. છેલ્લા ત્રણ દિવસથી 80 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. 2 સપ્ટેમ્બરે 82862 કેસ, 3 સપ્ટેમ્બરે 84156, જ્યારે 4 સપ્ટેમ્બરે 86432 કેસ વધ્યા છે. હવે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 40,23,179 થઈ ગઈ છે. ટેસ્ટિંગ પણ 11 લાખને પાર કરી દેવામાં આવ્યા છે. સ સપ્ટેમ્બરે 11.72 લાખ, જ્યારે 3 સપ્ટેમ્બરે 11.69 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહતની વાત છે કે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ 31 લાખને પાર થઈ ચુકી છે. અત્યાર સુધી 31 લાખ 4 હજાર 512 લોકો સાજા થઈ ગયા છે. શુક્રવારે 69 હજાર 625 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ 8.43 લાખ સંક્રમિતોની સારવાર ચાલી રહી છે, જ્યારે 69 હજાર 561 લોકોના મૃત્યુ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 1089 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 


અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારતમાં 40 લાખ કોરોના કેસ વાળો ત્રીજો દેશ છે. કોરોનાની ગતિની વાત કરીએ તો ભારતમાં કોરોનાના પ્રથમ કેસથી 10 લાખનો આંકડો પાર થવામાં 168 દિવસ લાગ્યા પરંતુ ત્યારબાદ 20, 30 અને પછી 40 લાખનો આંકડો પાર કરવામાં માત્ર 50 દિવસ લાગ્યા છે. બીજા દેશોની તુલનામાં બ્રાઝિલમાં 75 દિવસમાં 40 લાખ દર્દીઓ થયા હતા, જ્યારે અમેરિકામાં 86 દિવસ લાગ્યા હતા. 


તો 2020મા નહીં આવે કોવિડ-19ની વેક્સિન, WHOએ જણાવ્યું ક્યારે આવશે કોરોનાની રસી


13 દિવસમાં વધી ગયા 10 લાખ કેસ
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની ગતિ ખુબ ઝડપી વધી રહી છે. 30 લાખથી 10 લાખ એટલે કે 10 લાખનો વધારો થવામાં 13 દિવસનો સમય લાગ્યો છે. તેની પહેલા 10 લાખનો વધારો થવામાં 16 દિવસ લાગ્યા હતા. 


 બીજા દેશઓની તુલનામાં મૃત્યુદર ઓછો
રાહતની વાત છે કે ભારતમાં કોરોનાથી મૃત્યુદર બાકીના દેશોની તુલનામાં ખુબ ઓછો છે. 40 લાખ કોરોના કેસની સાથે ભારતમાં મહામારીથી અત્યાર સુધી 69,552 દર્દીઓના મૃત્યુ થયા છે. 40 લાખ દર્દીઓની સંખ્યાની સાથે અમેરિકામાં 1.4 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા હતા જ્યારે બ્રાઝિલમાં 1.2 લાખથી વધુ લોકોના મોત થયા હતા. 


લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube