કોરોનાઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 909 નવા કેસ, 34 લોકોના મૃત્યુ
કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)નો ખતરો સતત વધી રહ્યો છે. લેટેસ્ટ આંકડો જણાવે છે કે ભારતમાં કોવિડ-19ની મૃત્યુ પામનારની સંખ્યા જલદી 300ને પાર કરવાની છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસે છેલ્લા 24 કલાકમાં 34 લોકોના જીવ લઈ લીધા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે સવારે જારી કરેલા આંકડામાં આ જાણકારી આપી છે. આ દરમિયાન 909 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. દેશમાં હવે કોરોના વાયરસના કુલ 8356 કન્ફર્મ મામલા છે, જ્યારે એક્ટિવ કેસ 7367 છે. અત્યાર સુધી કોવિડ-19ની મહામારીને કારણે 273 લોકોના મોત થયા છે. તો સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થનારની સંખ્યા 716 છે.
મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુ સૌથી વધુ પ્રભાવિત
હેલ્થ મિનિસ્ટ્રીના આંકડા પ્રમાણે, દેશમાં મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. અહીં કુલ કન્ફર્મ કેસોની સંખ્યા 1761 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 127 લોકોના મોત થયા છે. ત્યારબાદ સૌથી વધુ કેસ દિલ્હીમાં છે, જ્યાં 1069 મામલા સામે આવ્યા છે. દિલ્હીમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા છે. તમિલનાડુમાં અત્યાર સુધી 969 કેસ સામે આવ્યા અને 10 લોકોના મોત થયા છે. રાજસ્થાનમાં 700, મધ્યપ્રદેશમાં 532 અને તેલંગણામાં 504 કન્ફર્મ કેસ છે.
કોરોનાઃ પીએમ મોદીના સંબોધનની રાહ, આ રાજ્યોએ વધારી દીધું લૉકડાઉન
લૉકડાઉન પર થઈ શકે છે નિર્ણય
કોરોના સંક્રમણને રોકવાની એક રીત લૉકડાઉન છે. ભારતે 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી જે 14 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યું છે. તેવી સંભાવના છે કે લૉકડાઉનનો બીજો તબક્કો 30 એપ્રિલ સુધી ચાલશે. કેટલાક રાજ્યોએ લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે. પરંતુ કેન્દ્ર સરકારે હજુ કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી. શનિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, જો આપણે લૉકડાઉનના પગલાંને ન ભર્યું હોત તો 15 એપ્રિલ સુધી દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ મામલાની સંખ્યા 8.2 લાખ સુધી પહોંચી હોત.
આ રાજ્યોમાં 30 એપ્રિલ સુધી લૉકડાઉન
તેલંગણા
મહારાષ્ટ્ર
પંજાબ
ઓડિશા
કર્ણાટક
પશ્ચિમ બંગાળ
કોરોનાઃ પીએમ મોદીના સંબોધનની રાહ, આ રાજ્યોએ વધારી દીધું લૉકડાઉન
પીએમે કહ્યું, 'જાન ભી, જહાન ભી'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મુખ્યપ્રધાનોની સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. ત્રણ સપ્તાહ પહેલા તેમણે રાષ્ટ્રના નામે સંબોધનમાં 'જાન હે તો જહાન હે'નો સંદેશ આપ્યો હતો. આ વખતે પીએમે 'જાન હે તો જહાન હે'ની જગ્યાએ આ વખતે 'જાન ભી, જહાન ભી'નો સંદેશ આપ્યો હતો. સંભવ છે કે તે લૉકડાઉન વધારવાનો ઇશારો હોય. બની શકે કે વડાપ્રધાન નવી રણનીતિ અપનાવતા દિશા-નિર્દેશો જારી કરે. હવે સરકારનું ફોકસ જીવ બચાવવાની સાથે લૉકડાઉનને કારણે ઠંડા પડી ચુલેલા કારખાના, ઉદ્યોગો અને સરકારી અને ખાનગી ઓફિસોને કેટલિક શરતો સાથે ખોલવા પર હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર