નવી દિલ્હી: કોરોના વાયરસ (CoronaVirus)થી જંગમાં કેન્દ્ર સરકાર અને પીએમ મોદી કોઇ કસર છોડી રહ્યા નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય વચ્ચે સારા સમન્વય સાથે-સાથે મંત્રી સ્તર પર મોનીટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જરૂરી વસ્તુઓની અછત ન થાય અને રાજ્યોમાં કોઇ સમસ્યા ન થાય તેના માટે તમામ કેબિનેટ મંત્રીઓને અલગ-અલગ રાજ્યોની જવાબદારી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યો પાસેથી ગ્રાઉન્ડ ફીડબેક લેવા માટે તમામ કેબિનેટ મંત્રીઓને રાજ્યના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ મંત્રીઓને રાજ્યના દરેક જિલ્લાના ડીએમ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે રોજ વાત કરીને ફીડબેક લેવા માટે કહ્યું છે. આ મંત્રી તેમના ગૃહ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલયના ગાઇડલાઇન્સ ક્રિયાન્વયનમાં કોઇ સમસ્યા તો આવી રહી નથી, તેની જાણકારી લઇ રહ્યા છે. આ ઉપરાંત તે વાત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે સમસ્યાઓ માટે કેન્દ્ર કેવી રીતે મદદ કરી શકે છે.  


મંત્રીઓ દ્વારા એ વાતની પણ જાણકારી લેવામાં આવી રહી છે કે બહારથી કેટલા લોકો પોતાના જિલ્લામાં પરત આવ્યા છે. જિલ્લામાં કેટલા કોરોના પોઝિટિવ છે. કેટલા ક્વોરિએન્ટમાં છે, આ વાતની પણ જાણકારી લેવામાં આવી રહી છે કે બહારથી કેટલા લોકો જિલ્લામાં પરત આવ્યા છે. જિલ્લામાં કેટલા કોરોના પોઝિટિવ છે, કેટલા કોરોંટાઇનમાં છે, એ વાતની પણ જાણકારી લેવામાં આવી રહી છે. મંત્રીઓએ જે રાજ્યોની જવાબદારી લીધી છે, તેમને દરરોજ પીએમઓને કોરોના વાયરસ સંક્રમણ અપડેટ અને બચાવ કાર્યની અપડેટ આપવી પડશે. 


રાજ્સ્થાન અને પંજાબની જવાબદારી ગજેન્દ્ર સિંહ શેખાવત, અસમની જવાબદારી જનરલ (રિ( વીકે સિંહ, યૂપીની જવાબદારી રાજનાથ સિંહ, સંજીવ બાલ્યાન, મહેન્દ્રનાથ પાંડેય, કૃષ્ણપાલ ગુર્જર, બિહારની રવિશંકર પ્રસાદ અને રામવિલાસ પાસવાન, ઓડિશાની જવાબદારી ધમેંદ્ર પ્રધાન, છત્તીસગઢની જવાબદારી અર્જુન મુંડા, ઝારખંડની જવાબદારી મુખ્તાર અબ્બાસ નકવી, મહારાષ્ટ્રની જવાબદારી ગડકરી અને પ્રકાશ જાવડેકરને આપવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર