નવી દિલ્હી: શું ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) નું કમબેક થઇ રહ્યું છે. મહારાષ્ટ્રના નાગપુરમાં લોકડાઉનની જાહેરાત થઇ ગઇ છે. નાગપુરમાં 11 થી 15 માર્ચ સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ સાથે જ ઉદ્ધવ સરકારે ચેતાવણી આપી છે કે જો લોકોએ સાવધાની ન વર્તી તો મહારાષ્ટ્રના ઘણા જિલ્લામાં લોકડાઉન લગાવવાની ફરજ પડી છે. આ પ્રકારે રાજધાની દિલ્હીમાં પણ ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આપણા બધા એલાર્મ છે. દેશમાં કોરોનાના વધતા જતા કેસ દરેક શહેર માટે ખતરાની ઘંટડી સમાન છે. ગત વર્ષે આજના દિવસે 11 માર્ચના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી હતે અને એક વર્ષ પછી પણ કોરોનાનો ડર પરત ફર્યો છે. જે કેસ ઘટી રહ્યા હતા તે કેમ વધી રહ્યા છે અને આપણે કોરોના સામે લડાઇ જીતતા જીતતા હારની અણી પર કેમ પહોંચી રહ્યા છીએ? આ કોની ભૂલ છે. 

Farmers Protest: પ્રદર્શનના નામે 3 Star Hotel માં રહે છે ખેડૂત નેતા, હોટલના બિલોમાં થયો મોટો ખુલાસો


દેશમાં કોરોનાનું કબબેક તો નથી?
મહાશિવરાત્રીના દિવસે દેશભરમાં મંદિરોમાં ભીડે આજે શ્રદ્ધાનો રેકોર્ડ બનાવ્યો અને દેશએ કોરોના વાયરસના નવા કેસનો રેકોર્ડ બનાવ્યો છે. લોકો મહાશિવરાત્રિના અવસર પર સોશિયલ ડિસ્ટેંસિંગ અને માસ્ક જેવી વાતો ભૂલી ગયા. આવા નાના નાના કારણોના લીધે કોરોના સંક્રમણના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. દેશમાં ગત 24 કલકામાં કોરોનાના 22,854 કેસ સામે આવ્યા છે અને 126 લોકોના મોત થયા છે. તસવીરો અને આંકડા બંને ડરાવી રહ્યા છે ક્યાંક આ કોરોનાનું કમબેક તો નથી ને. 


ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, અને તમિલનાડુમાં દૈનિક ધોરણે કોવિડ-19ના મોટી સંખ્યામાં નવા કેસ નોંધાવાનું સતત ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ નવા કેસમાંથી 85.91% કેસ આ રાજ્યોમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં નવા 22,854 કેસ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે.

PPF માં રોકાણથી આ રીતે થશે ડબલ કમાણી, ટેક્સ પણ બચશે અને રિટર્ન પણ મળશે, જાણો રીત


મહારાષ્ટ્રમાં નોંધાયા સૌથી વધુ કેસ
સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ નવા કેસ નોંધાયા છે જ્યાં એક દિવસમાં 13,569 (કુલ દૈનિક કેસમાંથી લગભગ 60%) નવા કેસ નોંધાયા છે. તે પછીના ક્રમે કેરળમાં એક દિવસમાં 2,475 જ્યારે પંજાબમાં નવા 1,393 કેસ નોંધાયા છે. ભારતમાં કુલ સક્રિય કેસની સંખ્યા આજે 1,89,226 નોંધાઇ છે. ભારતમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી હાલમાં સક્રિય કેસની સંખ્યા 1.68% રહી છે. છેલ્લા 24 કલાકમાં વિવિધ રાજ્યોમાં સક્રિય કેસની સંખ્યામાં નોંધાયેલો તફાવત દર્શાવે છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ વધારો નોંધાયો છે.


બચાવી શકશે વેક્સીન
આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં 4,78,168 સત્રોમાં કુલ 2.56 કરોડથી વધારે (2,56,85,011) રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 71,97,100 HCWs (પ્રથમ ડોઝ), 40,13,249 HCWs (બીજો ડોઝ), 70,54,659 FLWs (પથમ ડોઝ) અને 6,37,281 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહબીમારી ધરાવતા હોય તેવા 9,67,058 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 58,15,664 લાભાર્થી સામેલ છે.


રસીકરણ કવાયતના 54મા દિવસે (10 માર્ચ, 2021) સમગ્ર દેશમાં રસીના કુલ 13,17,357 ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 20,299 સત્રોનું આયોજન કરીને 10,30,243 ને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) તેમજ 2,87,114 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના કારણે વધુ 126 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.


નવા મૃત્યુઆંકમાં 82.54% દર્દીઓ છ રાજ્યોમાંથી મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 54 દર્દી મૃત્યુ પામ્યા છે. તે પછીના ક્રમે, છેલ્લા 24 કલાકમાં પંજાબમાં વધુ 17 જ્યારે કેરળમાં વધુ 14 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. ઓગણીસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે દર્દીનું મૃત્યુ નીપજ્યું હોય તેવો એક પણ કિસ્સો નોંધાયો નથી.


આમાં ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, આસામ, ઓડિશા, ગોવા, ઝારખંડ, પુડુચેરી, લક્ષદ્વીપ, સિક્કિમ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મણીપુર, દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube