Farmers Protest: પ્રદર્શનના નામે 3 Star Hotel માં રહે છે ખેડૂત નેતા, હોટલના બિલોમાં થયો મોટો ખુલાસો
ઝી ન્યૂઝના હાથમાં જે એક્સક્લૂસિવ દસ્તાવેજ લાગ્યા છે તે મુજબ ખેડૂત સાથે દગો કરનાર ખેડૂત નેતાઓની યાદીમાં પહેલું નામ છે, ભારતીય ખેડૂત યૂનિયન રાજેવાલના અધ્યક્ષ બલવીર સિંહ રાજેવાલનું. 12 ડિસેમ્બર 2020થી માંડીને અત્યાર સુધી સિંધુ બોર્ડર પ્રદર્શનસ્થળ પાસે જ 3 સ્ટાર હોટલ TDI Club Retreat માં રોકાયા છે.
Trending Photos
નવી દિલ્હી: સિંધુ બોર્ડર, ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડરના ત્રણે નેશનલ હાઇવેને ગત 100 દિવસોથી વધુ સમયથી ખેડૂત બિલનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ ઘેરાવો કર્યો છે. 100 દિવસથી વધુ સમયથી ચાલી રહેલા આ પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓએ નેશનલ હાઇવે પર જ અથવા તો ટેન્ટ લગાવીને અથવા પછી ટ્રોલીઓ પર મોટી ચાદર લગાવીને પોતાની રહેવાની વ્યવસ્થા કરી છે. પ્રદર્શનકારીઓએ કડકડતી ઠંડીથી માંડીને ઐતિહાસિક ગરમી ફેબ્રુઆરી અને માર્ચમાં પણ તેમના ટેન્તો અને ટ્રોલીઓમાં રહીને 26 નવેમ્બર 2020થી પ્રદર્શન સ્થળ પર છે.
ખેડૂત બિલ પર ચાલી રહેલા પ્રદર્શનની કમાન 40થી વધુ ખેડૂત નેતાઓએ સંભાળી રાખી છે. તેમને ખેડૂત નેતાઓના એક અવાજ પર ખેડૂતોએ પોતાના ઘર છોડીને રોડ પર રાત વિતાવવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ભોલા ખેડૂત સાથે ખેડૂત નેતાઓએ દગો કર્યો છે. ઝી ન્યૂઝએ પોતાની તપાસમાં આ જાણ્યું છે કે દિલ્હીના બોર્ડરો પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ 2 મોટા ખેડૂત નેતા પ્રદર્શનકારીઓની સાથે પ્રદર્શન સ્થળ પર નહી, પરંતુ મોંઘી 3 સ્ટાર હોટલોમાં રોકાય છે.
ખેડૂતો સાથે મોટો દગો
ઝી ન્યૂઝના હાથમાં જે એક્સક્લૂસિવ દસ્તાવેજ લાગ્યા છે તે મુજબ ખેડૂત સાથે દગો કરનાર ખેડૂત નેતાઓની યાદીમાં પહેલું નામ છે, ભારતીય ખેડૂત યૂનિયન રાજેવાલના અધ્યક્ષ બલવીર સિંહ રાજેવાલનું. 12 ડિસેમ્બર 2020થી માંડીને અત્યાર સુધી સિંધુ બોર્ડર પ્રદર્શનસ્થળ પાસે જ 3 સ્ટાર હોટલ TDI Club Retreat માં રોકાયા છે.
ઝી ન્યૂઝ પાસે ઉપલબ્ધ TDI Club Retreat હોટલના સત્તાવાર બિલના અનુસાર ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલના નામે 12 ડિસેમ્બર 2020ના રોજ હોટલનો મોંઘો રૂમ નંબર 206 બુક કરવામાં આવ્યો હતો. આ રૂમમાં ખેડૂત નેતા બલવીર સિંહ રાજેવાલ 12 ડિસેમ્બર 2020થી 2 માર્ચ 2021 સુધી રોકાયા હતા, ત્યારબાદ 3 માર્ચ 2021 ના રોજ ખેડૂત નેતા બલવીર સિંહ રાજેવાલએ પોતાના રૂમ નંબર 206 બદલીને રૂમ નંબર 303 માં શિફ્ટ થઇ ગયા જ્યાં તે હજુ પણ રહે છે.
1 લાખ 30 હજારથી વધુ હોટલનું બિલ
આવો હવે તમને જણાવીએ કે ખેડૂત નેતા બલવીર સિંહ રાજેવાલનો ખર્ચ કેટલો છે. અમારી પાસે ઉપલબ્ધ TDI CLUB Retreat હોટલના બિલો અનુસાર, બલવીર સિંહ રાજેવાલએ 12 ડિસેમ્બર 2020 થી 28 જાન્યુઆરી 2021 સુધી 1 લાખ 30 હજારથી વધુનું હોટલનું બિલ ભર્યું જેમાં રૂમમાં રોકાવવાની સાથે 1 ટાઇમના નાસ્તાનો ખર્ચ અને કપડાં ધોવડાવવાનો જેવા ખર્ચ સામે છે.
TDI CLUB હોટલના બિલ અનુસાર ખેડૂત નેતા બલવીર સિંહ રાજેવાલનું દરરોજ રૂમમાં રોકાવવાનું બિલ 2,500 રૂપિયા હતું આ ઉપરાંત 1 ટાઇમ નાસ્તો અને કપડા ધોવડાવવાનું બિલ અલગથી છે.
- 19 ડિસેમ્બરના રોજ રાજેવાલએ સવારે હોટલમાં 288 રૂપિયાનો નાસ્તો કર્યો અને રૂમનું બિલ હતું 2500 રૂપિયા એટલે 19 ડિસેમ્બરના રોજ રાજેવાલનું બન્યું 2788 રૂપિયા.
- આ પ્રકારે 20 ડિસેમ્બરના રોજ ખેડૂત નેતા રાજેવાલએ 500 રૂપિયા લોન્ડ્રી બિલ આપીને પોતાના કપડાં ધોવડાવ્યા અને નાસ્તા પર ખર્ચ કર્યા 356 રૂપિયા. સાથે જ 79 રૂપિયાની રાજેવાલએ એક ચા પીધી. તો બીજી તરફ રૂમનું બિલ હતું 2500 રૂપિયા, ત્યારબાદ 20 ડિસેમ્બરના રોજ રાજેવાલનું કુક બિલ બન્યું 3 હજર 435 રૂપિયા.
- એ જ પ્રમાણે રાજેવાલનું 21 ડિસેમ્બરનું બિલ હતું 3 હજાર રૂપિયા. 22 ડિસેમ્બરનું હતું 2500 રૂપિયા, 23 રૂપિયાનું બિલ હતું 3159 રૂપિયા, 24 ડિસેમ્બરના રોજ 2500 રૂપિયા, 25 ડિસેમ્બરના રોજ 2931 રૂપિયા, 26 ડિસેમ્બરના રોજ 3154 રૂપિયા, 27 ડિસેમ્બરના રોજ 2946 રૂપિયા.
છેતરપિંડીના પુરાવા ન મળે એટલે કર્યું આ કામ
ઝી ન્યૂઝ પાસે હાલ ઉપલબ્ધ બિલોનું માનીએ તો રાજેવાલએ 19 ડિસેમ્બર 2020થી 28 જાન્યુઆરી 2021 સુધી કુલ 1 લાખ 8 હજાર 382 રૂપિયાનું પેમેન્ટ કર્યું, જેમાં ફક્ત 6 જાન્યુઆરીના રોજ રાજેવાલે હોટલમાં 10 હજાર એડવાન્સ પેમેન્ટ ક્રેડિટ કાર્ડ દ્રારા કર્યું હતું. બાકી દર વખતે રાજેવાલે પેમેન્ટ કેશમાં કર્યું જેથી કોઇને તેમના ખેડૂતો સાથે કરવામાં છેતરપિંડીનો પુરાવો ન મળી જાય.
હાલના આંકડા અનુસાર જો 9 માર્ચ સુધી રાજેવાલના હોટલના ખર્ચનું અનુમાન લગાવીએ તો અત્યાર સુધી ઓછામાં ઓછા બલબીર સિંહ રાજેવાલ 2 લાખ 40 હજારથીનું હોટલનું બિલ ચૂકવી ચૂક્યા હશે.
હોટલમાં મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ પણ
આમ તો રાજેવાલ માટે આ લાખોના બિલમાં ડિસ્કાઉન્ટ પણ છે. અ હોટલનું એક દિવસના રૂમનું ભાડું 3 હજાર રૂપિયાથી વધુ છે, પરંતુ ખેડૂત આંદોલનના લીધે કુંડલી ક્ષેત્રનો ઉદ્યોગ ઠપ્પ પડ્યો છે અને ગ્રાહક આવી રહ્યા નથી તો હોટલએ પણ ભાડુ ઓછું કરીને દરરોન 2500 રૂપિયા દરરોજ કરી દીધું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે