દેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોનાના વધતા કેસને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બીમારીને લઈને સંશોધિત દિશા નિર્દેશ જાહેર કર્યા છે. જેમાં કહેવાયું છે કે એન્ટીબાયોટિક દવાઓનો ઉપયોગ જ્યાં સુધી કોરોના સંક્રમણની થયાની પુષ્ટી ન થાય ત્યાં સુધી કરવો જોઈએ નહીં 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંશોધિત દિશા નિર્દેશમાં કહેવાયું છે કે દવા લેતા પહેલા કોરોના સંક્રમણ સાથે અન્ય સ્થાનિક સંક્રમણની સંભાવનાને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. હળવી બીમારીમાં સ્ટેરોઈડના ઉપયોગની સલાહ અપાતી નથી. મંત્રાલયે શારિરિક  અંતર જાળવી રાખવા, બંધ જગ્યાઓ પર માસ્કનો ઉપયોગ, સમયાંતરે સાબુથી હાથ ધોતા રહેવાનું કહ્યું છે. બીમારીના  લક્ષણો પર નજર રાખવા, શરીરના તાપમાનની તપાસ કરાવતા રહેવાની, અને ઓક્સીજનમાં ઉતાર ચડાવ ઉપર પણ નિગરાણી રાખવાની સલાહ આપી છે. 


શ્વાસ લેવામાં મુશ્કેલી થાય તો તરત ડોક્ટરને મળો
દિશા નિર્દેશમાં કહેવાયું છે કે જો કોઈને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે તો તેણે તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો પાંચ દિવસથી તેજ તાવ હોય અને ઉધરસ પણ હોય તો ડોક્ટર પાસે જવાની સલાહ આપવામાં આવી છે. જોખમવાળા લોકોને વધુ સાવધાની વર્તવાનું કહેવાયું છે. મધ્યમ કે ગંભીર રોગ વધવાનું જોખમ હોય તો રેમડેસિવિર દવા પાંચ દિવસ સુધી લેવાની સલાહ આપવામાં આવી છે. તેમાં પહેલા દિવસે 200 એમજીની અને ત્યારબાદ ચાર દિવસ 100 એમજીની દવા લેવાનું કહેવાયું છે. 


ગુજરાતના 5 એવા અતિ સમૃદ્ધ ગામડાં...જેની પ્રગતિ જોઈને શહેરીજનો મોઢામાં આંગળા નાખી જાય


ઉબેર કેબનો ઉપયોગ કરતા હોવ તો ખાસ વાંચો, 21 કિમીની મુસાફરી માટે 1500 રૂ. વસૂલ્યા


રેલવે સ્ટેશન પર અચાનક જાહેરાતની જગ્યાએ ચાલવા લાગી અત્યંત 'ગંદી ફિલ્મ', પછી જે થયું..


નેશનલ ટાસ્ક ફોર્સના જણાવ્યાં મુજબ સંશોધિત ગાઈડલાઈન્સમાં લોપિનાવિર- રિટોનાવિર, હાઈડ્રોક્સીક્લોરીન (એસીક્યૂ), ઈવરમેક્ટિન, મોલનુપિરાવિર, ફિવિપિરાવિર, એઝિથ્રોમાઈસિન અને ડોક્સીસાઈક્લિન જેવી દવાઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે. કોવિડ-19 પર રાષ્ટ્રીય નિગરાણી સમૂહે વયસ્ક કોવિડ-19 રોગીઓની સારવાર માટે પ્લાઝમા થેરેપીનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. 


નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વિનોદ પોલની અધ્યક્ષતાવાળા નેશનલ ટાસ્ક ફોર્સમાં આઈસીએમઆર, સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલય અને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)ના અધિકારી સામેલ છે. ટાસ્ક ફોર્સે વયસ્ક રોગીઓની સારવાર માટે ક્લિનિકલ ગાઈડલાઈન્સ પ્રોટોકોલને સંશોધિત કરવા માટે 5 જાન્યુઆરીના રોજ છેલ્લી બેઠક કરી હતી. 


અત્રે જણાવવાનું કે દેશમાં 129 દિવસ બાદ કોરોનાના કેસ 1000ને પાર ગયા છે. રવિવારે કોરોનાના નવા 1071 કેસ નોંધાયા. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કેરળમાં એક-એક દર્દીનું મોત નિપજ્યું. કુલ સક્રિય કેસ વધીને 5915 થયા છે. હાલ સંક્રમણ દર 0.01 અને સાજા થવાનો દર 98.80 ટકા છે. ગુજરાત, કેરળ સહિત અનેક રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube