રેલવે સ્ટેશન પર અચાનક જાહેરાતની જગ્યાએ ચાલવા લાગી અત્યંત 'ગંદી ફિલ્મ', પછી જે થયું....
બિહારના પાટનગર પટણા રેલવે સ્ટેશન પર હાજર લોકોએ રવિવારે ખુબ જ શર્મિંદગીનો સામનો કરવો પડ્યો. તેનું કારણ એ હતું કે સ્ટેશન પર જાહેરાત પ્રસારણ માટે લાગેલા ડઝન જેટલા ટેલિવિઝન સ્ક્રીન પર અચાનક એડલ્ટ ફિલ્મનું પ્રસારણ શરૂ થઈ ગયું. રેલવે સ્ટેશન પર એડલ્ટ ફિલ્મના પ્રસારણ સાથે જ ત્યાં હાજર મુસાફરોમાં હડકંપ મચી ગયો.
Trending Photos
બિહારના પાટનગર પટણા રેલવે સ્ટેશન પર હાજર લોકોએ રવિવારે ખુબ જ શર્મિંદગીનો સામનો કરવો પડ્યો. તેનું કારણ એ હતું કે સ્ટેશન પર જાહેરાત પ્રસારણ માટે લાગેલા ડઝન જેટલા ટેલિવિઝન સ્ક્રીન પર અચાનક એડલ્ટ ફિલ્મનું પ્રસારણ શરૂ થઈ ગયું. રેલવે સ્ટેશન પર એડલ્ટ ફિલ્મના પ્રસારણ સાથે જ ત્યાં હાજર મુસાફરોમાં હડકંપ મચી ગયો. એવું કહેવાય છે કે લગભગ 3 મિનિટ સુધી ડઝન જેટલા ટેલિવિઝન સ્ક્રીન પર એડલ્ટ ફિલ્મ ચાલતી રહી જેના કારણે લોકો ગુસ્સે ભરાયા.
રેલવે સ્ટેશન પર હાજર કેટલાક મુસાફરોએ અફરાતફરીમાં જીઆરપી અને આરપીએફને આ અંગે જાણકારી આપી. ત્યારબાદ ટેલિવિઝન પર ચાલતી જાહેરાતોવાળી એજન્સીને સંપર્ક કરવામાં આવ્યો અને એડલ્ટ ફિલ્મોનું પ્રસારણ રોકવામાં આવ્યું. ત્યારબાદ રેલવેના અધિકારીઓ પણ હરકતમાં આવી ગયા અને ટેલિવિઝન સ્ક્રીન પર જાહેરાતના પ્રસારણ માટે જવાબદારી એજન્સી દત્તા કોમ્યુનિકેશન વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી. આ સાથે જ એજન્સીઓને રેલવે તરફથી બ્લેક લિસ્ટ કરી દેવાઈ છે અને તેના પર દંડ ઠોકવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ ટેલિવિઝન સ્ક્રીન પર જાહેરાત પ્રસારિત કરવા માટે એજન્સીને અપાયેલ કરાર પણ સમાપ્ત કરી દેવાયો છે. જ્યારે લેવેએ હવે એડલ્ટ ફિલ્મ પ્રસારિત થવાના મામલે અલગથી તપાસ કરાવવાનું પણ કહ્યું છે.
નોંધનીય છે કે નવી દિલ્હીમાં વર્ષ 2017માં આ પ્રકારનો જ ઘટનાક્રમ સામે આવ્યો હતો. એપ્રિલ મહિનામાં દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર જાહેરાત માટે લાગેલા સ્ક્રિન પર પોર્ન ફિલ્મ દેખાવવા લાગી હતી. સ્ટેશન પર હાજર મુસાફરોએ પોત પોતાના મોબાઈલ કેમેરાથી સ્ક્રીન પર ચાલતી ક્લિપને રેકોર્ડ કરી હતી. જોત જોતામાં તો આ વીડિયો ક્લિપ વાયરલ થઈ ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે