નવી દિલ્હી: લોકડાઉન 2.0 ખતમ થવાને હવે માત્ર બે દિવસ બાકી છે પરંતુ કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે જેને લઈને સરકારની ચિંતા વધી છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 35043 થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 1993 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 73 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 1147 થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં કોરોના વાયરસ સામે જંગ જીતીને સાજા થનારાની સંખ્યા વધીને 8889 થઈ છે. રિકવરી રેટ 25.36 ટકા થયો છે. આ બાજુ મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 9915 થઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં 583 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 27 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી 432 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 


મુંબઈમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાનો આંકડો 7061 થયો છે. છેલ્લા 24 કલાકમાં 20 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. મુંબઈમાં કોરોનાનું સૌથી મોટું હોટસ્પોટ ધારાવી બન્યું છે જ્યાં કોરોનાના નવા 25 કેસ સામે આવ્યાં છે. અહીં કોરોનાના કુલ 369 દર્દીઓ મળ્યા છે. અત્યાર સુધી 18 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube