નવી દિલ્હી: કોરોના (Coronavirus)ને લડત આપવા માટે લોકડાઉન 4.0 (Lockdown 4.0)ની જાહેરાત આવતી કાલે થઈ શકે છે અને આ છેલ્લા ત્રણ લોકડાઉનથી એકદમ અલગ હશે. લોકડાઉન 4.0 આ કારણે પણ અલગ હશે કે તેની જાહેરાત માટે પ્રધાનમંત્રી દેશને સંબોધિત નહીં કરે. પરંતુ માત્ર નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે, ગૃહ મંત્રાલય (MHA) શનિવારના લોકડાઉનના ચોથા ચરણની જાહેરાત કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ભારતીયને મળી મોટી સફળતા, મ્યાનમારે મણિપુર અને આસામના 22 ઉગ્રવાદિઓને સોંપ્યા


25 માર્ચના લોગુ કરવામાં આવેલ લોકડાઉન 14 એપ્રિલના સમાપ્ત થવાનું હતું. પરંતુ પહેલા તેને 3 મે અને ત્યારબાદ 17 મે સુધી વધારવામાં આવ્યું હતું. લોકડાઉન 4.0માં સરકાર અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખી કેટલીક છૂટ આપી શકે છે. જાણકારી અનુસાર, ગ્રીન ઝોનમાં પરિવહન અને ઉદ્યોગોને શરૂ કરવા પર રાજ્યોને કેન્દ્રથી છૂટ મળી જશે. ગ્રીન ઝોનમાં સાર્વજનિક પરિવહન જેમકે બસ, ટેક્સીઓના સંચાલનની મંજૂરી અથવા છૂટ આપવામાં આવી શકે છે.


આ પણ વાંચો:- આ રાજ્યમાં નથી એક પણ કોરોના સંક્રમિત દર્દી, તેમ છતાં 31 મે સુધી વધાર્યું Lockdown


લોકડાઉન 4.0માં કારખાના અથવા ઉદ્યોગોને ફરીથી શરૂ કરવાની છૂટ મળી શકે છે. પરંતુ શ્રમિકોને લાવવા લઇજવા માટે અધિકારીઓને રાજ્ય માટે આવશ્યક વ્યવસ્થા કરવી પડશે. જો કે, યાત્રી ટ્રેનને હાલ શરૂ કરવામાં આવશે નહીં. માત્ર સ્પેશિયલ અને શ્રમિક ટ્રેન જ શરૂ કરવામાં આવશે. સ્પેશિયલ ટ્રેનોની સંખઅયા અને માર્ગોમાં વૃદ્ધિ પર પણ ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે, 18 મેથી ડોમેસ્ટિક વિમાનનું સંચાલન પણ ફીરીથી શરૂ કરવા પર વિચાર કરી શકે છે. પંસદગીના રૂટ પર ડોમેસ્ટિક વિમાન સેવાની મંજૂરી આપવામાં આવી શકે છે. પહેલા તબક્કામાં ફ્લાઇટની ફ્રિક્વેન્સી ઓછી રાખવામાં આવશે. જેનાથી આવનારા દિવસો અથવા મહિનાઓમાં વધારી શકાય. આ વાત જુદી છે કે, કેટલાક રાજ્યોમાં વિમાન સેવા શરૂ કરવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો:- કોરોના સંકટ વચ્ચે આ રાજ્યમાં ચક્રવાતી તોફાન 'અમ્ફાન'નો ભય, 12 જિલ્લાઓમાં ચેતવણી


લોકડાઉનના ચોથા તબક્કામાં કેટલીક આર્થિક ગતિવિતિઓને પરવાનગી મળશે. ઉદાહરણ તરીકે હાર્ડવેર, બાઇક સહિતની કેટલીક અન્ય દુકાનોને ખોલવાનો નિર્ણય કરવામાં આવી શકે છે. ઉલ્લેખનિય છે કે, પીએમ મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને 15 મે સુધીમાં તેમના સૂચનો મોકલાવવા માટે કહ્યું હતું. જેથી લોકડાઉન 4.0ની ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી શકે. દિલ્હી સરકાર દ્વારા આર્થિક ગતિવિધિઓને પરવાનગી આપવાની માગ કરી રહી છે.


આ પણ વાંચો:- લિપુલેખ વિવાદ પર આર્મી ચીફનું મોટું નિવેદન, કહ્યું - નેપાળે કોઈ બીજાના કહેવા પર ઉઠાવ્યો વાંધો


માનવામાં આવી રહ્યું છે કે, વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી પ્રધાનમંત્રી સાથે બેઠકમાં સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, કન્ટેન્ટમેન્ટ ઝોન જેવા કે, નિઝામુદ્દીન અને બફર ક્ષેત્રોમાં કડક નિયમો લાગુ કરવામાં આવે અને બાકી શહેરોમાં વધારે આર્થિક ગતિવિધિઓને પરવાનગી આપવામાં આવે. એટલું જ નહીં. કોરોનાના વધતા કેસ સામે સીએમ કેજરીવાલ મોલ ફરીથી ખોલવા અને કેટલીક શરતો સાથે ઓટો રિક્ષા તેમજ ટેક્સી સેવા શરૂ કરવા માટે ઉત્સુક છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube