આ રાજ્યમાં નથી એક પણ કોરોના સંક્રમિત દર્દી, તેમ છતાં 31 મે સુધી વધાર્યું Lockdown

કોરોના વાયરસ (coronavirus)ના સંક્રમણને રોકવા માટે મિઝોરમે 31 મે સુધી લોકડાઉન (Lockdown) વધાર્યું છે. મિઝોરમ (Mizoram)માં ગુરુવારે સરકારે અનેક રાજકીય પક્ષો, એનજીઓ સાથે બેઠક કરી હતી. આ મીટીંગે સર્વાનુમતે લોકડાઉન વધારવા અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. ત્યારબાદ, શુક્રવારે રાજ્યના મુખ્ય મંત્રી ઝોરામથાંગાએ આ નિર્ણય લીધો છે.
આ રાજ્યમાં નથી એક પણ કોરોના સંક્રમિત દર્દી, તેમ છતાં 31 મે સુધી વધાર્યું Lockdown

આઇઝોલ: કોરોના વાયરસ (coronavirus)ના સંક્રમણને રોકવા માટે મિઝોરમે 31 મે સુધી લોકડાઉન (Lockdown) વધાર્યું છે. મિઝોરમ (Mizoram)માં ગુરુવારે સરકારે અનેક રાજકીય પક્ષો, એનજીઓ સાથે બેઠક કરી હતી. આ મીટીંગે સર્વાનુમતે લોકડાઉન વધારવા અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. ત્યારબાદ, શુક્રવારે રાજ્યના મુખ્ય મંત્રી ઝોરામથાંગાએ આ નિર્ણય લીધો છે.

મિઝોરમમાં કોરોના વાયરસના સંક્રમણનો એક પણ કેસ નથી. તેમ છતાં, રાજ્યએ લોકડાઉન 31 મે સુધી લંબાવાનો નિર્ણય લીધો છે. રાજ્યએ લોકડાઉનનાં આ તબક્કા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવાનું પણ નક્કી કર્યું છે.

લોકડાઉન 17 મેના રોજ દેશભરમાં સમાપ્ત થઈ રહ્યું છે. ઘણા રાજ્યો લોકડાઉન આગળ વધારવાના પક્ષમાં છે. ઘણા રાજ્યોએ કેન્દ્ર સરકારને લોકડાઉનને આગળ વધારવાની ભલામણ કરી છે. તેમાં પંજાબ, આસામ, આંધ્રપ્રદેશ જેવા ઘણા રાજ્યો શામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સ્પષ્ટતા કરી છે કે લોકડાઉન 4.0 આવશે.

આસામ બે અઠવાડિયા માટે લોકડાઉનની કરી ભલામણ
આસમે પણ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે 17 મેના રોજ લોકડાઉન ઓછામાં ઓછા બે અઠવાડિયા લંબાવાય. મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે (Sarbananda Sonowal) આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે અમે અમારી લેખિત ભલામણ મોકલી છે, અમે ઇચ્છીએ છીએ કે લોકડાઉન હજી પણ ચાલુ રહે.

પત્રકાર પરિષદને સંબોધન કરતાં સોનોવાલે કહ્યું હતું કે લોકડાઉન વધારવાના મામલે શુક્રવાર સુધીમાં તમામ રાજ્યોએ પોતાનો અભિપ્રાય આપવો પડશે, અને આસામ સરકારે પહેલેથી જ કેન્દ્રને પોતાનું વલણ જણાવી દીધું છે. તેમણે કહ્યું કે અમે લોકડાઉનના ચોથા તબક્કામાં આપવામાં આવેલી છૂટછાટ અંગે કેન્દ્રને પણ જાગૃત કર્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારે અમારી ભલામણ પર વિચાર કરવો જોઇએ.
(ઇનપુટ: ભાષામાંથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news