Andhra Pradesh: સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયમાં 5 મિનિટનો વિલંબ થયો, 11 દર્દીઓએ જીવ ગુમાવ્યા
આંધ્ર પ્રદેશના તિરુપતિમાં એક સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની કમીના કારણે 11 દર્દીઓના મોત થયા.
તિરુપતિ: આંધ્ર પ્રદેશના તિરુપતિમાં એક સરકારી હોસ્પિટલમાં સોમવારે મોડી રાતે આઈસીયુની અંદર ઓક્સિજનની અછત સર્જાતા 11 દર્દીઓના મોત થયા. દર્દનાક ઘટના તિરુપતિના રૂઈયા સરકારી હોસ્પિટલની છે. ચિત્તૂરના ડીએમ એમ હરિનારાયણે જણાવ્યું કે ઓક્સિજનની કમીના કારણે 11 દર્દીઓના મોત થયા.
સપ્લાયમાં ફક્ત 5 મિનિટની વાર લાગી
હરિ નારાયણે કહ્યું કે 'ઓક્સિજનની આપૂર્તિમાં પાંચ મિનિટની અંદર થઈ ગઈ અને હવે બધુ સામાન્ય થઈ ગયું છે. જેના કારણે અમે વધુ દર્દીઓના મોત થતા અટકાવી શક્યા.' લગભગ 30 ડોક્ટરોને દર્દીઓની દેખરેખ માટે તરત આઈસીયુ મોકલવામાં આવ્યા.
Mucormycosis: કોરોનાના દર્દીઓમાં Black Fungus ના કેસ વધી રહ્યા છે, બચાવ માટે ICMR એ બહાર પાડી એડવાઈઝરી
કોરોનાને પછાડવામાં આ આયુર્વેદિક દવા કારગર સાબિત થઈ રહી છે, આજથી અહીં મળશે વિનામૂલ્યે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube