કોરોનાને પછાડવામાં આ આયુર્વેદિક દવા કારગર સાબિત થઈ રહી છે, આજથી અહીં મળશે વિનામૂલ્યે

કોરોનાના વધતા પ્રકોપ અને દવાઓની કાળાબજારીના સમાચારો વચ્ચે આયુષ મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. કોરોનાની સારવારમાં કારગર સાબિત થઈ રહેલી આયુષ-64 દવા મંત્રાલય મફતમાં વહેંચી રહી છે. હવે દિલ્હીમાં પણ આજથી આ 7 જગ્યાઓ પર દવાઓને વિનામૂલ્યે અપાશે. 

કોરોનાને પછાડવામાં આ આયુર્વેદિક દવા કારગર સાબિત થઈ રહી છે, આજથી અહીં મળશે વિનામૂલ્યે

નવી દિલ્હી: કોરોનાના વધતા પ્રકોપ અને દવાઓની કાળાબજારીના સમાચારો વચ્ચે આયુષ મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. કોરોનાની સારવારમાં કારગર સાબિત થઈ રહેલી આયુષ-64 દવા મંત્રાલય મફતમાં વહેંચી રહી છે. હવે દિલ્હીમાં પણ આજથી આ 7 જગ્યાઓ પર દવાઓને વિનામૂલ્યે અપાશે. 

દિલ્હીમાં આજથી વિનામૂલ્યે વિતરણના અનેક અન્ય કેન્દ્રો ચાલુ થશે. હોમ આઈસોલેશન કે કેટલાક સરકારી/બિન સરકારી સંગઠનો તરફથી ઓપરેટ થઈ રહેલા આઈસોલેશન સેન્ટરોમાં રહેતા કોવિડ દર્દીઓ આયુષ મંત્રાલયની આ પહેલનો ફાયદો લઈ શકે છે. 

સેન્ટર પર આધાર લઈને જાઓ
દર્દી કે તેમના પ્રતિનિધિ આયુષ-64ની ગોળીઓનું એક પેક વિનામૂલ્યે લેવા માટે દર્દીના RT-PCR પોઝિટિવ રિપોર્ટ અને તેના આધાર કાર્ડની હાર્ડ કે સોફ્ટ કોપીની સાથે આ કેન્દ્રો પર જઈ શકે છે. જરૂર પડ્યે આ ગોળીઓ ના વધુ ડોઝ પણ દર્દીને અપાશે. 

અહીં એ વાત પર ધ્યાન આપવા જેવું છે કે આયુષ-64 એક પોલી હર્બલ ઔષધિ છે. જે કોવિડ-19ના લક્ષણો વગરના, હળવા અને મધ્યમ સ્તરના સંક્રમણની સારવારમાં ફાયદાકારક જણાઈ છે. આયુષ-64ની  ભલામણ આયુર્વેદ અને યોગ પર આધારિત રાષ્ટ્રીય નેદાનિક પ્રબંધન પ્રોટોકોલ (National Clinical Management Protocol) માં કરાઈ છે. 

દવાને ICMR ની ટાસ્ક ફોર્સ અને હોમ આઈસોલેશનમાં રહેતા કોવિડ-19ના દર્દીઓ માટે આયુર્વેદિક ડોક્ટરોના દિશા નિર્દેશ બાદ સત્યાપિત કરાઈ છે. આ દવાના ટેસ્ટ પણ ICMR ના પૂર્વ મહાનિદેશક ડો. વી એમ કટોચની અધ્યક્ષતાવાળી કમિટીની નિગરાણીમાં કરાયા છે. ત્યારબાદ જ તેને કોવિડ-19ના દર્દીઓની દેખભાળમાં વધારાના એક ઉપાય તરીકે જોડવામાં આવી છે.

અસરદાર સાબિત થઈ છે દવા
આયુષ મંત્રાલયે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની નિગરાણીમાં દેશના અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ લગભગ 140 દર્દીઓ પર આ દવાનો ટેસ્ટ કર્યો છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે આ દવા લીધા બાદ કોરોનાના દર્દીઓ જલદી સ્વસ્થ થયા છે અને તેમનો RT-PCR નિર્ધારિત સમય પહેલા નેગેટિવ આવ્યો છે. 

એક્સપર્ટના જણાવ્યાં મુજબ આયુ। 64 દવાને એલોપેથિક દવાની સાથે પણ લઈ શકાય છે. આ દવાની ફક્ત બે ગોળી દિવસમાં બેવાર ગરમ પાણી સાથે લેવાની હોય છે. આયુર્વેદિક ડોક્ટર 2 અઠવાડિયાથી 12 અઠવાડિયા સુધી આ દવા લેવાનો મત આપે છે. દાવો થઈ રહ્યો છે કે આ દવા કોવિડ દર્દીઓને માનસિક અને શારીરિક બંને રીતે ઠીક કરે છે. આ ઉપરાંત સ્ટડીમાં શુગરના દર્દીઓને પણ સામેલ કરાયા હતા. જેમના ઉપર પણ દવાની શાનદાર અસર થઈ છે. 

Corona संक्रमण के हैं हल्के लक्षण? Ayush 64 आयुर्वेदिक दवा को कहा जा रहा कारगर 
 ક્યાં ક્યાં મળશે દવા
રાજધાની દિલ્હીમાં જે સાત કેન્દ્રો પર આજથી લક્ષણોવગરના, હળવા અને મધ્યમ સ્તરના કોવિડ-19 દર્દીઓ માટે આયુ।-64 ઉપલબ્ધ થશે તેમાં આ સેન્ટર સામેલ છે. 

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદન, સરિતા વિહાર (સવાર 9.30 વાગે- બપોરે 1 વાગે)
મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાન, અશોક રોડ (તમામ સાત દિવસ સવારે 8.30 વાગે, સાંજે 4.30 વાગે)
રીજિઓનલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓફ યૂનાની મેડિસિન, અબુલ ફઝલ એન્ક્લેવ પાર્ટ-1, જામિયા નગર ઓખલા (સવારે 9 વાગે અને સાંજે 5 વાગે)
યૂનાની મેડિકલ સેન્ટર, સફદરજંગ હોસ્પિટલ (સવારે 9 વાગે, સાંજે 4 વાગે)
યૂનાની સ્પેશિયાલિટી ક્લિનિક, ડો.એમ એ અંસારી હેલ્થ સેન્ટર, જામિયા મિલિયા ઈસ્લામિયા (સવારે 9 વાગે, સાંજે 4.30 વાગે)
સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, પંજાબી બાગ, (સવારે 9.30 વાગે- સાંજે 4 વાગે)
સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઈન યોગ અને નેચરોપેથી, જનકપુરી (સવારે 9 વાગે-12 વાગે) 

આ ઉપરાંત રોહિણીમાં સેક્ટર 19માં સીસીઆરવાઈએનનું પ્રાકૃતિક ચિકિત્સા હોસ્પિટલ પણ બુધવારે (9 વાગે-બપોરે 12 વાગે)થી આયુષ-64ની વહેંચણીનું કામ કરશે. આ સાથે જ આયુષ ભવન, જીપીઓ કોમ્પ્લેક્ષના રિસેપ્શન પર પણ એક વેચાણ સેન્ટર બનાવવામાં આવ્યું છે જ્યાં દવાની કિટ હાજર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news