નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ના વધતા પ્રકોપને જોતા દિલ્હી સરકારે શનિવારે એક નિર્ણય લીધો. જે મુજબ હરિદ્વારમાં ચાલતા કુંભમેળા (Kumbh Mela 2021) માંથી જે પણ શ્રદ્ધાળુઓ પાછા ફરશે તેમણે પોતાને 14 દિવસ સુધી ક્વોરન્ટિન કરવા પડશે. જે પણ આ નિયમ તોડશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે દેશની રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. કોરોના (Corona virus) રોજેરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 24375 નવા કેસ સામે આવ્યા જ્યારે 167 લોકોના કારોનાથી મોત થયા. દિલ્હીમાં સંક્રમણ દર 24.56 ટકા થઈ ગયો છે. 


મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોરોનાથી દિલ્હીમાં હાલાત બગડી રહ્યા છે. શનિવારે 24 હજારથી વધુ કેસ નોંધાયા. એક જ દિવસમાં કોરોનાના કેસ 19500થી વધીને 24 હજાર પાર પહોંચી ગયા. આ સ્થિતિ ખુબ ચિંતાજનક છે. દિલ્હી સરકારનું કહેવું છે કે કુંભ (Kumbh Mela 2021) થી દિલ્હી પાછા ફરેળા શ્રદ્ધાળુઓએ 14 દિવસ માટે ક્વોરન્ટિન થવું પડશે. 


દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આદેશ બહાર પાડીને કહ્યું કે જે કોઈ 4 એપ્રિલથી અત્યાર સુધી કુંભમાં ગયા છે કે પછી 18 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધી કુંભમાં જવાના છે તો તેમણે પોતાની તમામ જાણકારી દિલ્હી સરકારની વેબસાઈટ  www.delhi.gov.in પર અપલોડ કરવાની રહેશે. વેબસાઈટ પર નામ, એડ્રસ, આઈડી પ્રુફ, ફોન નંબર, દિલ્હીથી જવાની અને પાછા ફરવાની ડેટ અપલોડ કરવાની છે. 


અત્રે જણાવવાનું કે હાલ દિલ્હીમાં કોરોનાના 69,799 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 8,27,998 કોરોના કેસ દિલ્હીમાં નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 11960 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.  


Corona Tool Kit: કોરોનાકાળમાં આ 10 વસ્તુ તમારા ઘરમાં ખાસ હોવી જોઈએ


PICS: લોકડાઉનમાં મોબાઈલ ગેમ રમવું 15 વર્ષના બાળકને ભારે પડ્યું, જીવ ગુમાવ્યો, માતા-પિતા ખાસ વાંચે
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube