PICS: લોકડાઉનમાં મોબાઈલ ગેમ રમવું 15 વર્ષના બાળકને ભારે પડ્યું, જીવ ગુમાવ્યો, માતા-પિતા ખાસ વાંચે

દરેક માતા પિતાએ આ કિસ્સો ખાસ જાણવા જેવો છે. એવા માતા પિતા જેમના બાળકો મોબાઈલ ગેમનો કેડો મૂકતા નથી. સમય પસાર કરવા માટે મોબાઈલમાં ઘૂસેલા રહે છે. 

મોબાઈલ ગેમની લત જીવનો દુશ્મન બની

1/4
image

પુર્નિયા: જો તમને કોઈ કહે કે મોબાઈલ ગેમના કારણે કોઈનો જીવ જઈ શકે છે તો કદાચ તમે આ વાત માનશો નહીં. બિહારના કટિહારના કોઢા પ્રખંડના કોલાસી હદના મકઈપુર ગામના 15 વર્ષના છોકરા આયુષને મોબાઈલ ગેમની લતના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો. તેના મોત બાદ ઘરમાં માતમ છવાયેલો છે. 

વધુ પડતી ગેમ રમવાના કારણે ગરદનમાં દુખાવો

2/4
image

હકીકતમાં લોકડાઉનમાં ઓનલાઈન અભ્યાસ માટે આયુષના પરિજનોએ તેને મોબાઈલ ફોન અપાવ્યો હતો. આ દરમિયાન આયુષ અભ્યાસ સાથે ઓનલાઈન ગેમ પણ રમતો હતો. વધુ પડતી ગેમ રમવાના કારણે ગરદનમાં દુખાવાની ફરિયાદ ઉઠી. ત્યારબાદ એક દિવસ પેઈન કિલરના ઓવરડોઝના કારણે તેનો જીવ ગયો.   

શું કહે છે ડોક્ટર

3/4
image

કટિહારની હોસ્પિટલના ડોક્ટર પંકજ કુમાર સિંહ કહે છે કે લાંબા સમય સુધી મોબાઈલ ફોન વાપરવાના કારણે તેની અસર આંખ પર પડે છે. આ ઉપરાંત તેનાથી તમારી ગરદન ઉપર પણ અસર થાય છે. જેના કારણે  લોકો પેઈન કિલર લેવાનું શરૂ કરી દે છે. જેની અસર તેમની કિડની પર પડે છે. આવું જ કઈક આયુષ સાથે થયું. સર્વાઈકલ સ્પોન્ડિલાઈટિસ એટેકના કારણે તેનો જીવ ગયો હશે. 

વિસ્તારના લોકો આઘાતમાં

4/4
image

હાલ આ ઘટના બાદ પરિજનો રડી રડીને બેહાલ છે. આયુષના આ રીતે મોત થવાના કારણે વિસ્તારના લોકો પણ આઘાતમાં આવી ગયા છે.