તિરૂવનંતપુરમઃ દક્ષિણી રાજ્ય કેરલમાં (kerala Corona Update) કોરોનાએ ફરીથી કહેર મચાવવાનું શરૂ કરી દીધું છે. પ્રદેશમાં ગુરૂવારે કોરોનાના રેકોર્ડ કેસ સામે આવ્યા છે. 24 કલાકની અંદર 42 હજાર 464 લોકો વાયરસથી સંક્રમિત થયા છે. તો એક દિવસમાં 63 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાથી પ્રદેશમાં ખરાબ થઈ રહેલી સ્થિતિને જોતા મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કેરલમાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે. તે શનિવારથી લાગૂ થશે અને 16 મે સુધી યથાવત રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી પ્રમાણે કેરલમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3 લાખ 90 હજાર 906 થઈ ગઈ છે. તો અત્યાર સુધી 13 લાખ 89 હજાર 515 લોકો સાજા થઈ ગયા છે. ગુરૂવારે 27 હજાર 152 લોકોએ કોરોનાને માત આપી છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે ગુરૂવારે 42 હજાર 464 નવા કેસ સામે આવ્યા, જ્યારે 63 લોકોના મૃત્યુ થયા છે. કેરલમાં કોરોનાની તોફાની ગતિ જોવા નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પ્રદેશમાં 16 મે સુધી લૉકડાઉનની જાહેરાત કરી છે. 


મુખ્યમંત્રી ગેહલોતે કરી દેશવ્યાપી લૉકડાઉનનું માંગ, કહ્યું- સંક્રમણ અટકાવવા હવે માત્ર એક વિકલ્પ


લૉકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથીઃ કેરલ સરકાર
પ્રદેશના પરિવગન મંત્રી એકે સસેન્દ્રને જણાવ્યુ કે, રાજ્યની પાસે કોઈ વિકલ્પ નથી. લૉકડાઉન એકમાત્ર રીત છે અને તે અમને બધાને લાભ પહોંચાડશે. કેરલ સરકાર મેડિકલ ઓફિસર્સ એસોસિએશનના અધ્યક્ષ વિજયાકૃષ્ણને કહ્યુ કે, કડક તાડાબંધી સિવાય કોઈ રસ્તો નથી. આીએમએ સ્ટેટ વિંગ પણ કડક નિયમો ઈચ્છતુ હતું, પરંતુ પાછલા સપ્તાહે થયેલી ઓલ પાર્ટી મીટિંગે પરંતુ રાહ જોવાનો નિર્ણય કર્યો અને ફુલ લૉકડાઉન જાહેર કરવાની વિરોધમાં હતી. 


Violence In Bengal: હિંસા પર મમતા બેનર્જી બોલ્યા- હાર સ્વીકારે ભાજપ, મૃતકો માટે કરી વળતરની જાહેરાત


વિજયકૃષ્ણને કહ્યુ, આ લૉકડાઉન તેનાથી અલગ છે જે અમારી પાસે પાછલા વર્ષે હતુ કારણ કે ત્યારે કેસની સંખ્યા ઓછી હતી, પરંતુ હવે સ્થિતિ ગંભીર છે, દરરોજ કેસ વધી રહ્યા છે. આ લૉકડાઉન ચોક્કસપણે અમને કેસ ઘટાડવામાં મદદ કરશે. વિજયને બુધવારે કેસમાં વધારા પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યુ કે, છેલ્લા 24 કલાકમાં 1.63 લાખ ટેસ્ટ કર્યા બાદ 41953 લોકો પોઝિટિવ આવ્યા છે. બુધવારે ટીપીઆર 25.68 હતો અને રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 3,75,658 હતી. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube