Corona: મુખ્યમંત્રી ગેહલોતે કરી દેશવ્યાપી લૉકડાઉનનું માંગ, કહ્યું- સંક્રમણ અટકાવવા હવે માત્ર એક વિકલ્પ

lockdwon in Rajasthan : રાજસ્થાનના મુખ્યમંત્રીએ લૉકડાઉન લગાવવા પર સમર્થન આપ્યું છે. તેમણે આ સાથે સંકેત આપ્યો છે કે પ્રદેશમાં સંપૂર્ણ લૉકડાઉન લાગૂ થઈ શકે છે. 

Corona: મુખ્યમંત્રી ગેહલોતે કરી દેશવ્યાપી લૉકડાઉનનું માંગ, કહ્યું- સંક્રમણ અટકાવવા હવે માત્ર એક વિકલ્પ

જયપુરઃ દેશભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. આ વચ્ચે દેશના અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે પ્રતિબંધોમાં વધારો થઈ રહ્યો છે. રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમણની ગતિ અટકાવવા માટે 'મહામારી રેડ એલર્ટ જન અનુશાસન પખવાડા' લાગૂ કરવામાં આવ્યું છે. આ બેઠક પ્રદેશમાં બિનજરૂરી ફરતા લોકોને સંસ્થાગત ક્વોરન્ટીનમાં રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તો અન્ય જરૂરી પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે. આ ક્રમમાં હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સંપૂર્ણ લૉકડાઉનને લઈને પોતાનું સમર્થન આપતા દેશવ્યાપી લૉકડાઉનની માંગ કરી છે. 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના દેશવ્યાપી લૉકડાઉનનું સમર્થન કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુરૂવારે કહ્યુ કે, જો યોગ્ય રીતે યોજના બનાવવામાં આવે તો કોરોના સંક્રમણને ફેલાતું રોકવામાં મદદ મળી શકે છે. તેમણે કહ્યું કે, પહેલાથી દેશમાં ઓક્સિજન, દવાઓ અને અન્ય સાધનોની કમી છે અને દેશને જલદી ડોક્ટર, સ્વાસ્થ્ય કર્મચારીઓની કમીનો સામનો કરવો પડી શકે છે. 

— Ashok Gehlot (@ashokgehlot51) May 6, 2021

ગેહલોતના નિવેદન બાદ જાણકારોનું કહેવું છે કે પ્રદેશમાં આજકાલમાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત થઈ જશે. તો સીએમે ટ્વીટ કરીને સંકેત આપ્યા છે કે તે સંપૂર્ણ લૉકડાઉન લગાવવાની તૈયારીમાં છે. 

ગેહલોતે કર્યુ ટ્વીટ
હકીકતમાં મુખ્યમંત્રી ગેહલોતે એક ટ્વીટ કર્યુ છે. તેમાં લખ્યુ કે- હું રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નેશનલ લૉકડાઉનના મતનું સંપૂર્ણ સમર્થન કરુ છું. ગેહલોતે કહ્યુ કે, હવે રાષ્ટ્રીય લૉકડાઉન એકમાત્ર વિકલ્પ બચ્યો છે. તેમણે આગળ લખ્યુ કે, આપણા ડોક્ટર, મેડિકલ કર્મચારી રાષ્ટ્ર માટે સતત એક વર્ષથી  વધુ કામના ભાર હેઠળ જીવી રહ્યાં છે. આપણે તેમાંથી ઘણાને ગુમાવી દીધા છે. નિષ્ણાંતો અને ડોક્ટરોનું માનવુ છે કે વધતી સંખ્યા વચ્ચે આપણે ઓક્સિજન, દવાઓ અને અન્ય ઉપકરણોની કમીનો સામનો કરવો પડી રહ્યો છે. જલદી મેડિકલ સ્ટાફની પણ કમી થશે. 

— Ashok Gehlot (@ashokgehlot51) May 6, 2021

ગેહલોતે કહ્યુ- થવા લાગી ઓક્સિજન-દવાઓની અછત
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના દેશવ્યાપી બંધના આહ્વાનનું સમર્થન કરતા મુખ્યમંત્રીએ કહ્યુ કે, જો યોગ્ય રીતે યોજના બનાવવામાં આવી તો તે કોવિડની ચેન તોડવામાં મદદ કરી શકે છે. તેણણે કહ્યું કે, પહેલાથી વધુ ઓક્સિજન, દવાઓ અને અન્ય સાધનોની કમી છે અને દેશે જલદી સ્વાસ્થ્યકર્મીઓની અછતનો સામનો કરવો પડી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news