નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના મુદ્દે આજે સ્વાસ્થ મંત્રાલયની 16મી બેઠક થઇ હતી. સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન (Dr Harsh Vardhan)એ કહ્યું કે ભારતની સ્થિતિ બીજા દેશો કરતાં સારી છે પરંતુ તેમછતાં આપણે સાવધાની વર્તવાની જરૂર છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી આ બેઠક હાલના મંત્રીઓ અને અધિકારીઓને ભારત અને બીજા દેશોની સ્થિતિને તુલનાત્મક રીતે ગણાવવામાં આવી. તેમણે એ પણ જાણકારી આપી કે દેશમાં કોરોનાને લઇને શું સ્થિતિ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીટિંગમાં એ પણ કહેવામાં આવ્યું કે સરકારી ઓફિસ ખુલવા લાગી છે એવામાં વધુ સતર્ક રહેવાની જરૂર છે. જેના લીધે સામાજિક અંતર, માસ્ક, હેન્ડ વોશનો ખતરા પર ધ્યાન રાખવું જોઇએ. 


બેઠકમાં આ વાતોની પણ આપી જાણકારી
- અત્યાર સુધી 12.55 કરોડ લોકોએ આરોગ્ય સેતૂ એપ લાઉનલોડ કરી


- દેશમાં 958 કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ છે. 1 લાખ 67 હજાર 883 આઇસોલેશન બેડ્સ. 21 હજાર 614 ICU બેડ્સ, અને 73 હજાર 469 ઓક્સિઝન સપોર્ટેડ બેડ્સ છે. 


- 2313 કોવિડ હેલ્થ સેન્ટર છે. જેમાં 1 લાખ 33 હજાર 037 આઇસોલેશન બેડ્સ, 10 હજાર ICU બેડ્સ અને 46 હજાર 635 ઓક્સિજન સપોર્ટેડ બેડ્સ છે. 


- 7525 કોવિડ કેર સેન્ટર છે જેમાં 7 લાખ 10 હજાર 642 બેડ્સ છે.


- 21,494 ventilator કોવિડના દર્દીઓ માટે


- કેન્દ્ર રાજ્યોને અત્યાર સુધી 128.48 લાખ N95 માસ્ક અને 104.74 લાખ PPE કિટ આપી.


- કેન્દ્રએ 60 હજાર 848 વેન્ટિલેટરનો ઓર્ડર પણ આપ્યો હતો. 


- ICMR ની અંદર કુલ 784 લેબ છે જેમા6 553 સરકારી અને 231 પ્રાઇવેટ છે. 


- દેશમાં અત્યાર સુધી 49 લાખ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube