દેશના કરોડો ગ્રાહકો માટે ખુશખબરી, BoB એ 3 મહિના માટે ફ્રી કરી આ સેવા
કોરોના વાયરસ (Coronavirus Impact)નો કહેર દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. આ વાયરસની અસર દેશની બેંકિંગ વ્યવસ્થા પર પડી રહી છે. તેને જોતાં સરકારે ડિજિટલ ટ્રાંજેક્શન (Digital Transaction) કરવા માટે કહ્યું છે. બેંક ઓફ બરોડા BoB એ તેને ધ્યાનમાં રાખતાં આગામી ત્રણ મહિના માટે ડિજિટલ ટ્રાંજેક્શન બિલકુલ ફ્રીમાં કરી દેવામાં આવ્યા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus Impact)નો કહેર દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. આ વાયરસની અસર દેશની બેંકિંગ વ્યવસ્થા પર પડી રહી છે. તેને જોતાં સરકારે ડિજિટલ ટ્રાંજેક્શન (Digital Transaction) કરવા માટે કહ્યું છે. બેંક ઓફ બરોડા BoB એ તેને ધ્યાનમાં રાખતાં આગામી ત્રણ મહિના માટે ડિજિટલ ટ્રાંજેક્શન બિલકુલ ફ્રીમાં કરી દેવામાં આવ્યા છે, જેથી ગ્રાહક વધુમાં વધુ ડિજિટલ ટ્રાંજેક્શન કરે અને ઘરમાંથી બહાર ન નિકળે.
બેંકે જાહેર કર્યું નોટીફિકેશન
બેંક દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે કે આગામી ત્રણ મહિના સુધી ડિજિટલ લેણદેણ પર કોઇપણ પ્રકારનો ચાર્જ લાગશે નહી. આ ત્રણ મહિના દરમિયાન ડિજિટલ ટ્રાંજેક્શન કરવા પર ગ્રાહકોને બેંક જીરો ચાર્જ કરશે. બેંકએ stay Safe Bank Safe ટેગલાઇન સાથે આ મુહિમને શરૂ કરી છે.
નિર્દેશકે જાહેર કર્યું નિવેદન
બેંક ઓફ બરોડાના કાર્યકારી નિર્દેશક વિક્રમાદિત્ય સિંહ ખિંચીએ એક નિવેદન જાહેર કરી જણાવ્યું કે આ નિર્ણય એટલા માટે કરવામાં આવ્યું છે જેથી ગ્રાહક વધુમાં વધુ ડિજિટલ લેણદેણને અપનાવે. તેમણે બેંક શાખામાં જવું નપડે અને દૂર રહીને તમામ બેકીંગ સેવાઓનો લાભ લઇ શકાય.
બીજી બેંક પણ આપી શકે છે આ સુવિધા
બેંક ઓફ બરોડા બાદ દેશના અન્ય બેંક પણ આ સુવિધા આપી શકે છે. બેંકની આ સુવિધા આપવાનો હેતુ દેશની જનતાને સુરક્ષિત કરવું છે. આ ઉપરાંત જ પીએમ મોદીએ પણ પોતાના ભાષણમાં કહ્યું કે કોઇપણ દેશવાસી ઘરેથી બહાર ત્યારે જ નિકળો જ્યારે જરૂર હોય. કામ વિના કોઇપણ બહાર ન જાય. આ સાથે જ તમામ લોકો સામાજિક અંતર જાળવે.
ભીડ ઓછી કરવા માટે લીધો આ નિર્ણય
તમને જણાવી દઇએ કે આઇસીઆઇસીઆઇ બેંક સહિત ઘણી અન્ય બેંકોએ પણ ઘણી સેવાઓ ડિજીટલ કરી દીધી છે. હવે પબ્લિક સેક્ટરના બેંક ઓફ બરોડાએ બ્રાંચોમાં ભીડ ઓછી કરવા માટે નિર્ણય કર્યો છે. બેંકના નિર્ણયથી ફાયદો દેશના કરોડો ગ્રાહકોને મળવાની આશા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube