નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વાયરસના સંક્રમણના શરૂઆતી સમયમાં તેવું માનવામાં આવી રહ્યું હતું કે, બાળકોને આ વાયરસ નુકસાન પહોંચાડતો નથી કારણ કે તેની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત હોય છે પરંતુ શનિવારે દિલ્હીની કલાવતી સરન ચિલ્ડ્રન હોસ્પિટલમાં દોઢ મહિનાના માસૂમનું મૃત્યુ થયું છે. આ બાળક ભારતમાં અત્યાર સુધી સૌથી નાની ઉંમરનું બાળક હતું, જે કોરોનાથી સંક્રમિત હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકનું મોત
હોસ્પિટલના સૂત્રો પ્રમાણે આ બાળક એશિયામાં સૌથી નાની ઉંમરનું બાળક હતું જેનું મોત થયું છે. એક 10 મહિનાનું બાળક હજુ પણ કોરોનાથી સંક્રમિત છે જેની સારવાર આ હોસ્પિટલમાં ચાલી રહી છે. ત્રણ દિવસ પહેલા એક સીનિયર ડોક્ટરો પણ કોરોનાનો શિકાર બન્યા હતા. આ સિવાય વધુ એક ડોક્ટર, ત્રણ નર્સ અને કેટલાક સ્ટાફ મેમ્બરનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ તમામ ડોક્ટર બાળકની સારવારમાં સામેલ હતા જેનું મોત થઈ ગયું છે. 


નર્સિંગ સ્ટાફ પણ ઝપેટમાં
હોસ્પિટલના એક સીનિયર ડોક્ટરે કહ્યું કે, હોસ્પિટલમાં બે બાળકોનો કોરોના પોઝિટિવ હતો જેમાં એકનું મોત થયું અને એકની સ્થિતિ સ્થિર છે. તેમણે જણાવ્યું કે, હોસ્પિટલના 30 સ્ટાફનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો જેમાં ઘણા રિપોર્ટ નેગેટિવ છે. કેટલાક અન્ય બાળકોને અહીં દાખલ કરવામાં આવ્યો છે જે આ વાયરસથી સંક્રમિત છે. આ બાળકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 


મુંબઈમાં કોરોનાનો કહેર યથાવત, હવે માત્ર 4 દિવસનું બાળક થયું સંક્રમિત  


ગુજરાતમાં પણ થયું હતું બાળકનું મોત
ગુજરાતના જામનગરમાં પણ એક 14 મહિનાના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. ડોક્ટરોએ કહ્યું હતું કે, બાળકના મોટા ભાગના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. જામનગરમાં 8 એપ્રિલે બાળકનું મોત થયું હતું. આ બાળક એક પ્રવાસી મજૂરનું હતું, જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...