Coronavirus in Gangajal: શું ગંગાજળમાં મળી રહ્યો છે કોરોના વાયરસ? સ્ટડીમાં સામે આવી આ વાત
મીડિયા રિપોર્ટ અનુસાર બિહાર રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ અશોક ઘોષએ કહ્યું કે તપાસમાં મળી આવ્યું છે કે ગંગાજળ (Gangajal) માં કોરોના વાયરસ (Coronavirus) નું સંક્રમણ થયું નથી.
પટના: દેશમાં એપ્રિલ-મેમાં જ્યારે કોરોના વાયરસ (Coronavirus) પીક પર હતો. આ દરમિયાન ગંગા નદી (Ganga) માં ઘણી જગ્યાએ મૃતક લાશ તરતી જોવા મળી હતી. તે સમયે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આ લાશોના લીધે કોરોના વાયરસ ગંગાજળ (Gangajal) માં ઘૂસી ગયો છે. જોકે હવે આ પ્રશ્નનો જવાબ સામે આવ્યો છે.
'આ વિભાગો'ને ગંગાજળ પર સ્ટડી'
એક મીડિયા રિપોર્ટના અનુસાર CPCB, બિહાર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ CPB, આઇ.આર.ટી.આર એ કોરોનાના કેસ સામે આવ્યા બાદ ગંગાજળની શુદ્ધતાને લઇને સ્ટડી કરી હતી. આ સ્ટડીના પ્રારંભિક રિપોર્ટ અનુસાર ગંગાજળ (Gangajal) માં કોરોના વાયરસ હોવાના કોઇ પુરાવા મળ્યા નથી.
Hero Splendor ચલાવનારાઓ માટે ખુશખબરી! હવે પેટ્રોલ નહી વિજળીથી પણ દોડશે બાઇક
'લખનઉ મોકલ્યા તપાસના નમૂના'
કેંદ્ર સરકારની પેનલે બક્સર, પટના, ભોજપુર અને સારણમાં ગંગાજળ (Gangajal) ના નમૂના લીધા. ત્યારબાદ નમૂનાને તપાસ માટે CSIR-IIT લખનઉમાં મોકલવામાં આવ્યા. આ નમૂનાની આરટી-પીસીઆર તપાસ પણ કરવામાં આવી. આ સાથે જ ગંગા નદીની બીજી જૈવિક વિશેષતાઓની તપાસ પણ કરવામાં આવે છે.
'ગંગાજળમાં કોરોના પર આવ્યો આ રિપોર્ટ'
મીડિયા રિપોર્ટ અનુસાર બિહાર રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ અશોક ઘોષએ કહ્યું કે તપાસમાં મળી આવ્યું છે કે ગંગાજળ (Gangajal) માં કોરોના વાયરસ (Coronavirus) નું સંક્રમણ થયું નથી. જોકે માનવ નિર્મિત કારણોના લીધે પાણીમાં બીજી કોઇ અશુદ્ધિઓ મળી. તેમણે કહ્યું કે જો લોકો મોંઢામાં અને નાકમાં પાણી લે છે, તો તેમને ડરવાની જરૂર નથી. ગંગાજળ પહેલાંની માફક બિલકુલ સેફ અને ઉપયોગ કરવા લાયક છે.
Surat: બિઝનેસમેને ગણેશજીની 600 કરોડની ડાયમંડની મૂર્તિ કરી સ્થાપિત, જાણો શું છે ખાસ
'લાશોના અંતિમ સંસ્કાર કરાવે સરકાર'
તો બીજી તરફ આ સંબંધમાં પટના યૂનિવર્સિટીમાં જૂલોજી ડિપાર્ટમેન્ટ હેડ અરબિંદ કુમારે કહ્યું કે ગંગા નદી (Ganga) ના કેટલાક કિનારા પર થોડીમાત્રામાં પ્રદૂષણ થઇ શકે છે. તેના લીધે એ છે કે તેના પર કોરોના (Coronavirus) મૃતકોની લાશોને અંતિમ સંસ્કાર કર્યા વિના રેતમાં દબાવીને છોડી દેવામાં આવી હતી. જો આ લાશોનો ક્રિયાક્રમ થઇ જાય તો આ ખતરાને પણ હંમેશા માટે દૂર કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube