Hero Splendor ચલાવનારાઓ માટે ખુશખબરી! હવે પેટ્રોલ નહી વિજળીથી પણ દોડશે બાઇક
ભારતમાં જ્યારે પણ સૌથી વધુ માઇલેજ આપનાર બાઇકોની ચર્ચા થાય છે તો હીરો સ્પ્લેંડર (Hero Splendor) નું નામ સૌથી પહેલાં લેવામાં આવે છે. આ બાઇકની કિંમત અને મેંટેનેંસ કોસ્ટ એટલી ઓછી છે કે સામાન્ય વ્યક્તિના બજેટમાં આરામથી ફિટ થઇ જાય છે.
Trending Photos
થાણે: ભારતમાં જ્યારે પણ સૌથી વધુ માઇલેજ આપનાર બાઇકોની ચર્ચા થાય છે તો હીરો સ્પ્લેંડર (Hero Splendor) નું નામ સૌથી પહેલાં લેવામાં આવે છે. આ બાઇકની કિંમત અને મેંટેનેંસ કોસ્ટ એટલી ઓછી છે કે સામાન્ય વ્યક્તિના બજેટમાં આરામથી ફિટ થઇ જાય છે, પરંતુ ગત થોડા અઠવાડિયાથી પેટ્રોલના ભાવ એટલા વધી ગયા છે કે સામાન્ય વ્યક્તિ તેને ચલાવતાં પહેલાં પણ ઘણીવાર વિચારે છે. એટલા માટે આજે અમે તમને એક ખુશખબરી લઇને આવ્યા છે.
વિજળીથી દોડશે સ્પ્લેંડર બાઇક
માર્કેટમાં હીરો સ્પ્લેંડર (Hero Splendor) બાઇક માટે EV Conversion Kit લોન્ચ કરી દીધી છે. જે લોકો હીરો સ્પ્લેંડર (Hero Splendor) ખરીદવાના છે અને પેટ્રોલનો ખર્ચ બચાવવા માંગે છે, તેમના માટે હવે વિકલ્પ છે કે તે પોતાની ફેવરિટ બાઇકમાં ઇલેક્ટ્રિક કિટ લગાવીને પૈસા બચાવી શકે છે. આ ઇલેક્ટ્રિક કિટના ઉપયોગની RTO પાસેથી મંજૂરી પણ મળી ગઇ છે. મહારાષ્ટ્રના ઠાણે સ્થિત EV સ્ટાર્ટઅપ કંપની GoGoA1 એ તાજેતરમાં જ તેને લોન્ચ કરી છે. જેની કિંમત 35,000 રૂપિયા કહેવામાં આવી રહી છે.
સિંગલ ચાર્જમાં કેટલી દોડશે
જોકે મૂળ રકમ સાથે તમારે 6300 રૂપિયા જીએસટી ચૂકવવો પડશે અને તમારે બેટરી કોસ્ટ પણ અલગથી ચૂકવવી પડશે. કુલ મળીને ઇવી કનવર્જન કિટ અને બેટરીનો ખર્ચ 95,000 રૂપિયા થઇ જશે. ત્યારબાદ હીરો સ્પ્લેંડર (Hero Splendor) તમે કેટલામાં ખરીદો છો તે અલગ. એવામાં હીરો સ્પ્લેંડર (Hero Splendor) ઇલેક્ટ્રિકની કિંમત ઇલેક્ટ્રિક કિટ સાથે ખૂબ મોંઘી પડશે. પરંતુ આ વન ટાઇમ ઇન્વેસ્ટમેંટની માફક છે. સાથે 3 વર્ષની વોરન્ટી આપવામાં આવી રહે છે. Rushlane ના અનુસાર, GoGoA1 નો દાવો છે કે તેને સિંગલ ચાર્જમાં 151 કિલોમીટર ચલાવી શકાશે.
તમને જણાવી દઇએ કે હાલ ભારતમાં પોપ્યુલર કંપનીઓ આવી જ ઇલેક્ટ્રિક બાઇક્સ લોન્ચ કરી નથી. જેને ફોસિલ ફ્યૂલ વેરિએન્ટની બંપર વેચાણ થઇ રહ્યું છે. એવામાં લોકો સામે સ્ટાર્ટ અપ કંપની GoGoA1 એ વિકલ્પ રાખ્યો છે, જોકે ખૂબ ખર્ચાળ છે. આગામી સમયમાં હીરો, બજાજ અને યામાહા, હોંડા સહિત ઘણી ટૂ-વ્હીલર કંપનીઓ ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ કરશે. હાલ ભારતમાં Revolt Electric Bikes સાથે જ અન્ય નાની મોટી કંપનીઓના ઇલેક્ટ્રિક સ્કૂટરનું બંપર વેચાણ થઇ રહ્યું છે. થોડા સમય પહેલાં ગોઆની એક સ્ટાર્ટઅપ કંપનીએ પણ જૂના સ્કૂટરને ઇલેક્ટ્રિકને બદલવાની પહેલ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે