નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંક્રમણે ભારતમાં તબાહી મચાવી છે. અત્યાર સુધી આ જીવલેણ વાયરસની ઝપેટમાં આવી અનેક લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે. આ વચ્ચે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ જણાવ્યું કે, વૈશ્વિક મહામારી કોવિડ-19ની બીજી લહેરમાં સંક્રમણથી 270 ડોક્ટરોના નિધન થયા છે. આ યાદીમાં આઈએમએના પૂર્વ અધ્યક્ષ ડો. કેકે અગ્રવાલનું નામ પણ સામેલ છે, જેમનું સંક્રમણથી સોમવારે નિધન થયુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના સંક્રમણ સામે આપણા ફ્રંટલાઇન વર્કર્સ દરરોજ જંગ લડી રહ્યાં છે. આ દરમિયાન વાયરસના સ્ટ્રેનમાં થતા ફેરફારનો સામનો તેમણે પણ કરવો પડી રહ્યો છે. આંકડા પ્રમાણે સૌથી વધુ 78 ડોક્ટરોના મોત બિહારમાં થયા છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 37, દિલ્હીમાં 29 અને આંધ્ર પ્રદેશમાં 22 ડોક્ટરોએ જીવ ગુમાવ્યા છે. 


આ પણ વાંચોઃ PM Modi એ દેશના 46 DM સાથે કરી વાત, કોરોના વિરુદ્ધ 3 સૌથી મોટા હથિયાર વિશે જણાવ્યું


આઈએમએ કોવિડ-19 રજીસ્ટ્રેશન અનુસાર, વૈશ્વિક મહામારીની પ્રથમ લહેરમાં 748 ડોક્ટરોના નિધન થયા ગતા. આ રીતે અત્યાર સુધી કોરોના વાયરસની ઝપેટમાં આવી 1018 ડોક્ટરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આઈએમએના અધ્યક્ષ ડો. જેએ જયાલાલે કહ્યુ- પાછલા વર્ષે ભારતમાં કોરોનાથી 748 ડોક્ટર ગુમાવ્યા હતા અને હાલની લહેરમાં ઓછા સમયમાં 270 ડોક્ટરોના નિધન થયા છે. વૈશ્વિક મહામારીની બીજી લહેર બધા માટે ઘાતક સાબિત થઈ રહી છે, ખાસ કરી સ્વાસ્થ્ય કર્મીઓ માટે જે અગ્રિમ મોર્ચા પર તૈનાત છે. 


મહત્વનું છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 263,533 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 4329 લોકોના નિધન થયા છે. સંક્રમણના વધતા પ્રકોપને કારણે દુનિયાભરના સંક્રમિત દેશોમાં અમેરિકા બાદ બીજા નંબર પર ભારત છે. દેશમાં સંક્રમિતોનો કુલ આંકડો 2.5 કરોડથી વધુ થઈ ગયો છે અને કુલ મોતનો આંકડો 278719 છે. તેમાંથી હજારથી વધુની સંખ્યામાં ડોક્ટર સામેલ છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube