Coronavirus In India: દેશમાં છેલ્લા 24 કલાકમાં 28,701 નવા કેસ, 63%થી વધુ દર્દીઓ થયા રિકવર
કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો કોરોના વાયરસના નવા 28,701 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોરોનાથી મૃત્યુ પામનારનો આંકડો 500 રહ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (। Coronavirus in India)ના કેસ ઝડપથી વધી રહ્યાં છે. પરંતુ આ સાથે રિકવરી રેટમાં પણ વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના નવા આંકડા પ્રમાણે 5.53 લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 18,850 દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોના વાયરસની રિકવરીનો દર સતત વધી રહ્યો છે. હાલના આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધી 63%થી વધુ દર્દીઓ સાજા થઈ ચુક્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો કોરોના વાયરસના નવા 28,701 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોરોનાથી મૃત્યુ પામનારનો આંકડો 500 રહ્યો છે. નવા આંકડા પ્રમાણે દેશમાં સોમવાર (13 જુલાઈ) સવારે 8 કલાક સુધી કોરોનાના કુલ 8,78,254 કેસ સામે આવી ચુક્યા છે. હાલ દેશભરમાં એક્ટિવ કેસોની સંખ્યા 3,01,609 છે, તો 5,53,470 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 23,174 સુધી પહોંચી ગયો છે.
રાજસ્થાનમાં રાજકીય ભૂકંપ, ગેહલોત સરકાર પર સંકટ, જાણો શું છે ભાજપનો પ્લાન
મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોના વાયરસના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં અત્યાર સુધી 2,54,427 કેસ સામે આવી ચુક્યા છે. રાજ્યમાં હાલ 1,03,813 એક્ટિવ કેસ છે. તો સારવાર બાદ 1,40,325 દર્દીઓ સાજા થયા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં હવે કુલ કેસોની સંખ્યા 1,38,470 છે. રાજ્યમાં હાલ 47 હજાર જેટલા એક્ટિવ કેસ છે. તો સારવાર બાદ 89,532 લોકો સાજા થયા છે. અહીં 1966 મૃત્યુ થયા છે. દિલ્હીની વાત કરીએ તો અહીં અત્યાર સુધી 1,12,494 કેસ સામે આવ્યા છે. અહીં એક્ટિવ કેસોની સંખ્યા 19155 છે, તો 89,968 લોકો રિકવર થયા છે. દિલ્હીમાં અત્યાર સુધી 3371 લોકોના મૃત્યુ થયા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube