નવી દિલ્હીઃ ભારતમાં કોરોના (Coronavirus in india)  ઝડપથી વધી રહ્યો છે, જેના કારણે પીપીઈ એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપ્મેન્ટ (personal protective equipment) અને ટેસ્ટિંગ કિટ  (diagnostic kits)ની માગ વધી રહી છે. આ બધુ જોતા કેન્દ્ર સરકારે અંદાજ લગાવ્યો છે કે આવનારા બે મહિનામાં ભારતને 2.7 કરોડ એન95 માસ્ક  (N95 masks),  1.5 કરોડ પીપીઈ, 16 લાખ ટેસ્ટિંગ કિટ અને 50 હજાર વેન્ટિલેટરની જરૂર પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ સાથે સરકારે કરી વાત
સૂત્રો પ્રમાણે 3 એપ્રિલે નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કેટલાક બિઝનેસના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી, જેમાં ખાનગી સેક્ટર, એનજીઓ અને આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશનને પણ આ વિશે જણાવી દેવામાં આવ્યું છે કે ભારતને આવનારા સમયમાં આ વસ્તુની જરૂર પડી શકે છે. 


16 હજાર વેન્ટિલેટર હાજર, 36 હજારનો આપ્યો ઓર્ડર
અધિકારીઓ અનુસાર જૂન સુધી 50 હજાર વેન્ટિલેટરની જરૂર પડશે, જેમાંથી 16 હજાર ઉપલબ્ધ છે અને બાકી 34 હજાર વેન્ટિલેટર માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. અધિકારીઓનો આ જવાબ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓના તે સવાલ બાદ આવ્યો જેમાં તેમણે પૂછ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે સરકારને ખરેખર કેટલી જરૂર છે. તેમના અનુસાર કોઈપણ પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે આ જાણકારી હોવી જરૂરી છે. 


PM મોદી બોલ્યા- કોરોના વિરુદ્ધ લડાઈ લાંબી, થાકવું નથી- હારવું નથી, બસ જીતવું છે  


ક્યાં લોકો હતા બેઠકમાં
આ બેઠકમાં અમિતાભ કાંત સિવાય પ્રિન્સિપલ સાઇન્ટિફિક એડવાઇઝર ડોક્ટર વિજયરાઘવન, એનડીએમએના સભ્ય કમલ કિશોર, સીબીઆઈસીના સભ્ય સંદીપ મોહન ભટનાગર, અધિક ગૃહ સચિવ અનિલ મલિક, પીએમઓમાં જોઈન્ટ સેક્રેટરી ગોપાલ બાગ્લે અને કેબિનેટ સેક્રેટેરિયટમાં ડેપ્યુટી સચિવ ટીના સોની હાજર હતા. ઇન્ડસ્ટ્રીઝ તરફથી ફિક્કીના અધ્યક્ષ ડો. સંગીતા રેડ્ડી, ફિક્કીના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ ઉદય શંકર, ફિક્કીના વાઇસ પ્રેસિડેન્ટ મેહતા, હની વેલના અશ્વિની ચનન અને મહાજન ઇમેજિંગના હર્ષ મહાજન હાજર હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર