નવી દિલ્હીઃ Corona Virus Cases In india: ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની ગતિ ધીમી પડી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 30,005 કેસ સામે આવ્યા છે અને 442 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 3 હજારથી વધુ એક્ટિવ કેસ ઓછા થયા છે. અત્યાર સુધી દેશમાં 93,24,328 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. પરંતુ 1,42,628 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. પરંતુ ભારતમાં મૃત્યુદર ઘણા દેશોની તુલનાએ ઓછો છે. ભારતમાં અત્યાર સુધી  98,26,775 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે. આ વચ્ચે સારા સમાચાર છે કે ભારતમાં જલદી કોરોના વેક્સિન આવવાની આશા છે. ત્યારબાદ સ્થિતિમાં સુધારો થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં ટેસ્ટિંગની સંખ્યા 15 કરોડને પાર
કોરોના સંક્રમણની જાણકારી મેળવવા માટે દેશમાં કોરોના ટેસ્ટની સંખ્યા 15 કરોડને પાર થઈ ગઈ છે. છેલ્લા એક કરોડથી વધુ ટેસ્ટ 10 દિવસ દરમિયાન કરવામાં આવ્યા છે. વધુ ટેસ્ટથી સંક્રમણના દરમાં ઘટાડો કરવામાં મદદ મળી છે. સક્રિય કેસોમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે, દેશમાં સતત 12 દિવસથી કોરોના વાયરસ સંક્રમણના 40 હજારથી ઓછા કેસ સામે આવી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ 2014ની ચૂંટણીમાં કોંગ્રેસની હાર માટે જવાબદાર કોણ? પૂર્વ રાષ્ટ્રપતિ મુખર્જીના પુસ્તકમાં ખુલાસો  


કોરોના ટેસ્ટમાં હજુ થશે વધારો
સીએસઆઈઆર-સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી (સીસીએમબી) તથા એપોલો હોસ્પિટલે ગુરૂવારે સંયુક્ત રૂપથી કોરોના રેપિડ ટેસ્ટ કિટનું નિર્માણ અને તેના વ્યવસાય માટે સમજુતીની જાહેરાત કરી છે. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સીસીએમબી તથા એપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝ કોરોના ટેસ્ટિંગ માટે એમ્પલીફિકેશન રેપિડ આરટી-પીસીઆર (ડીએસઆરઆરટી-પીસીઆર)ના નિર્માણ અને વ્યવસાય માટે સહયોગ કરશે. આ ટેસ્ટ કિટનો વિકાસ સીએસઆઈઆર-સીસીએમબીએ કર્યો છે. કોરોનાની ઝડપથી તપાસ માટે સુરક્ષિત તથા સસ્તી આ કિટ દેશભરમાં એપોલો નેટવર્ક દ્વારા ઉપલબ્ધ થશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube