નવી દિલ્હી: દેશભરમાં દરરોજ રેકોર્ડ કોરોના વાયરસ (Coronavirus)ના નવા કેસ સામે આવી રહ્યાં છે. ભારતમાં અત્યારે કોરોના (Covid-19 In India) સંક્રમિતોની કુલ સંખ્યા 86 હજારની નજીક પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 3 હજારની નજીક પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 (COVID-19)ના કુલ 3970 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 85,940 થઈ ગઇ છે. આ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 103 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 2,752 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોના વાયરસના 53035 એક્ટિવ કેસ (સારવાર ચાલી રહી છે) છે અને 30,153 લોકો સ્વસ્થય થઈ ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સરકારની 8 સેક્ટરમાં મોટા સુધારાની જાહેરાત, લાખો રોજગાર પેદા કરવા માટેની આ યોજના


દુનિયાભરમાં જાણો કેટલા લાખ લોકો સંક્રમિત
દુનિયામાં કોરોના વાયરસથી કુલ 45 લાખથી પણ વધારે લોકો સંક્રમિત છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કુલ 77,965 નવા કેસ સામે આવ્યા બાદ કુલ કેસની સંખ્યા 45.3 લાખ પર પહોંચી ગઈ છે. કોરોના બીમારીને માત આપનાર લોકોની સંખ્યા 16.3 લાખ છે. જ્યારે દુનિયાભરમાં કોરોનાથી 3.07 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 6,647 લોકોના મોત થયા છે.


આ પણ વાંચો:- કોરોના વાયરસ સામેની લડતમાં મોદી સરકારે તેમના આ વચનો કર્યા પૂરા


કોરોનાને ફેલાવાથી રોકવા માટે દેશભરમાં લોકડાઉન જાહેર છે. લોકડાઉનનો ત્રીજો તબક્કો 17 મેના સમાપ્ત થશે. પાછલા દિવસોમાં પીએમ મોદીએ તેમના ભાષણમાં સ્પષ્ટ કર્યું છે કે, આવનારા દિવસોમાં લોકડાઉન યથાવત રહેશે. જો કે, લોકડાઉનના ચોથા તબક્કામાં શરતી છૂટછાટ આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, લોકડાઉનના ચોથા તબક્કામાં મળનારી છૂટછાટની જાણખારી 18 મે પહેલા જનતાને આપવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube