કોરોના વાયરસ સામેની લડતમાં મોદી સરકારે તેમના આ વચનો કર્યા પૂરા

કોરોના વાયરસ (Coronavirus) સંકટ વચ્ચે મોદી સરકાર (Modi Government)એ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત તેમના વચનો પૂરા કર્યા છે. બીજેપીના જણાવ્યા અનુસાર, આ યોજના અંતર્ગત સંપૂર્ણ પારદર્શિતાની સાથે વચેટીયાઓ વગર સીધા લાભાર્થિયોના ખાતામાં સહાય રમક પહોંચાડવામાં આવી છે. બીજેપી (BJP)ના જણાવ્યા અનુસાર, પ્રથમ હપ્તામાં 20.05 કરોડ મહિલા જન ધન ખાતેદારોને 10,025 કરોડ રૂપિયા આપવામાં આવ્યા.
કોરોના વાયરસ સામેની લડતમાં મોદી સરકારે તેમના આ વચનો કર્યા પૂરા

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સંકટ વચ્ચે મોદી સરકાર (Modi Government)એ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત તેમના વચનો પૂરા કર્યા છે. બીજેપીના જણાવ્યા અનુસાર, આ યોજના અંતર્ગત સંપૂર્ણ પારદર્શિતાની સાથે વચેટીયાઓ વગર સીધા લાભાર્થિયોના ખાતામાં સહાય રમક પહોંચાડવામાં આવી છે. બીજેપી (BJP)ના જણાવ્યા અનુસાર, પ્રથમ હપ્તામાં 20.05 કરોડ મહિલા જન ધન ખાતેદારોને 10,025 કરોડ રૂપિયા આપવામાં આવ્યા.

ત્યારે બીજા હપ્તામાં લગભગ 20.49 કરોડ મહિલા જન ધન ખાતેદારોને 10,243 કરોડ રૂપિયાનો લાભ મળ્યો છે. આ ઉપરાંત લગભગ 1.82 કરોડ વૃદ્ધ વિધવા, દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને પ્રથમ હપ્તામાં 1,405 કરોડ રૂપિયા અને બીજા હપ્તામાં 1,402 કરોડ રૂપિયાની સહાય રકમ પહોંચાડવામાં આવી છે.

બીજેપીના જણાવ્યા અનુસાર, તેમણે ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત પ્રથમ હપ્તામાં 16,394 કરોડ રૂપિયાની મદદ કરી છે. આ યોજના અંતર્ગત લગભગ 8.19 કરોડ ખેડૂતોને લાભ મળ્યો છે. આ ઉપરાંત લગભગ 2.20 કરોડ નિર્માણ શ્રમિકો માટે 3,950 કરોડ રૂપિયાની સહાય રકમ પહોંચાડી છે.

प्रत्यक्ष लाभ हस्तांतरण (DBT) के माध्यम से पूरी पारदर्शिता और बिना बिचौलियों के 13 मई तक 41.67 करोड़ लाभार्थियों को दी 52,606 करोड़ रुपये की सहायता राशि।#IndiaFightsCorona pic.twitter.com/YgJ7y519a0

— BJP (@BJP4India) May 16, 2020

મોદી સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આકંડાઓ અનુસાર, EPFOમાં 24 ટકા યોગદાન યોજના અંતર્ગત 760 કરોડ રૂપિયાની સહાયતા લગભગ 49 લાખ લોકોને કરવામાં આવી છે. આ ઉપરાંત ઉજ્જવલા યોજના અંતર્ગત પ્રથમ હપ્તામાં 7.48 કરોડ અને બીજા હપ્તામાં 4.36 કરોડ લોકોને 8,427 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી છે. મોદી સરકારના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થિઓની કુલ સંખ્યા 41.67 કરોડ અને 52,606 કરોડ રૂપિયાનો લાભ પહોંચાડવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news