નવી દિલ્હી: દેશમાં લોકડાઉન 2.0 ખતમ થવામાં હવે અઠવાડિયાથી પણ ઓછો સમય બચ્યો છે. પરંતુ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. સ્થિતિ એવી છે કે સંક્રમિતોની સંખ્યા વધીને 28 હજારની નજીક પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધીને 27,892 થઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 872 લોકોના મોત થયા છે. જો કે 6185 લોકો સાજા પણ થયા છે. સરકારે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના પર મળ્યાં સૌથી સારા સમાચાર, આ સારવાર પદ્ધતિથી સાજા થઈ રહ્યાં છે Coronaના દર્દીઓ


દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 1396 નવા કેસ આવ્યાં છે. જ્યારે 48 લોકોના મોત થયા છે. દેશના 9 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો કોરોના સંક્રમણથી મુક્ત થાય છે. જેમાં ત્રિપુરા, ગોવા, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, સિક્કિમ, દમણ અને દીવ, દાદરા અને નાગરહવેલી તથા લક્ષદીપ સામેલ છે. 


મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 7628 થઈ છે. 24 કલાકમાં કોરોનાના 440 નવા કેસ સામે આવ્યાં છે. સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના 1076 દર્દીઓને સારવાર બાદ રજા મળી છે જ્યારે 323 લોકોના મોત થયા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube