કોરોના વાયરસ રાહત પેકેજ: 20 કરોડ મહિલાઓના ખાતામાં દર મહિને 500 રૂપિયા, 3 મહિના સુધી ફ્રી સિલિન્ડર
કોરોના વાયરસના વધતા જતા પ્રકોપ વચ્ચે ગરીબ પરિવારો માટે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે તેને લઇને રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જેના હેઠળ દરા મહિને 20 કરોડ મહિલાના ખાતામાં 500 રૂપિયા આવશે.
નવી દિલ્હી: કોરોના વાયરસના વધતા જતા પ્રકોપ વચ્ચે ગરીબ પરિવારો માટે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે તેને લઇને રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જેના હેઠળ દરા મહિને 20 કરોડ મહિલાના ખાતામાં 500 રૂપિયા આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરોવોઆરે એક લાખ 70 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે, જેના હેઠળ મહિલાઓને પણ મદદ પહોંચાડવામાં આવશે. આ વિશેષ પેકેજ તે મહિલાઓ માટે હશે જેમનું જનધન એકાઉન્ટ હેઠળ બેન્ક એકાઉન્ટ છે. આ પેકેજના અંતગર્ત 20.5 કરોડ મહિલાઓને આગામી ત્રણ મહિનાઓ સુધી 500 રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવહ્સે. આ રકમ તેમના ખાતામાં જમા કરવામાં આવશે.
તો બીજી તરફ વડાપ્રધાન ઉજ્જવલા યોજના હેઠળ દેશના 8 કરોડ બીપીએલ પરિવારોને આગામી ત્રણ મહિના સુધી મફતમાં સિલિન્ડર આપવામાં આવશે. ઉજ્જવલા યોજના હેઠળ 8.5 કરોડ મહિલાઓને ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. હવે તેમને આગામી ત્રણ મહિના સુધી ફ્રી સિલિન્ડર આપવામાં આવશે.
આ સાથે જ વડાપ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ 5 કિલો વધારવાના ઘઉં અથવા ચોખા અને 1 કિલો દાળ આગામી ત્રણ મહિના સુધી આપવામાં આવશે. તેનો ફાયદો 80 કરોડ લાભાર્થીઓને મળશે.
નાણામંત્રીએ કહ્યું કે પીએમ ગરીબ કલ્યાણ યોજના, મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ હેઠળ 7 કરોડ પરિવારોને ફાયદો મળે છે. દિન દયાળ રાષ્ટ્રીય ગ્રામીણ જીવિકા યોજના હેઠળ તેમની જમાનત ફ્રી લોન બમણી કરીને 20 લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપની સંખ્યા 63 લાખ છે. તેમને હવે 10 લાખ વધુ લોન મળશે એટલે કે મહિલાઓને કુલ 20 લાખ લોન મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube